વડગામ વિધાનસભા ચૂંટણી સ્ટાફની તાલીમ યોજાઇ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ સંદર્ભે પાટણ લોકસભાના વડગામ વિધાનસભા વિભાગના ચૂંટણી અધિકારી સી.સી. પટેલ (ના. જિ. વિકાસ અધિકારી) ની અધ્યક્ષતામાં ગતરોજ તા. ૨૯/૦૩/૨૦૧૯ શુક્રવારે વડગામ આર્ટ્‌સ કોલેજ ખાતે ૪૦૦ પ્રિસાઇડીંગ ઓફીસરો, ૪૩૩ મહિલા પોલીંગ ઓફીસરો કુલ ૮૩૩ કર્મચારીઓને ચૂંટણી અંગેની તાલીમ આપવામાં આવી હોવાનું મામલતદાર આર.સી. ઠાકોરે જણાવ્યું હતું. તાલીમ વર્ગનું સફળ સંચાલન નાયબ મામલતદાર પંકજભાઇ મોદીએ કર્યું હતું. પ્રથમ ૧૧ઃ૦૦ થી ૧ઃ૦૦ કલાક સુધી ૪૦૦ પ્રિસાઇડીંગ ઓફીસરો તથા બપોરે ૨ઃ૦૦ થી ૪ઃ૦૦ ૪૩૩ મહિલા પોલીંગ ઓફીસરોને તાલીમથી સજ્જ કરાયા હોવાનું વડગામ મામલતદાર કચેરી ચૂંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.