શુક્રવારે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણઃ રાહુ-કેતુના કારણે બની રહ્યા છે અશુભ યોગ, થઈ શકે છે કોઈ મોટી દુર્ઘટના

આ વખતે 27 જુલાઈ (ગુરુ પૂર્ણિમા)ની રાતે પૂર્ણ ચંદ્રગ્રહણ થશે. આ ગ્રહણ ભારતભરમાં જોઈ શકાશે. ખગોળશાસ્ત્રીઓ મુજબ આ સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હશે, જે સામાન્ય ગ્રહણ કરતા 40 મિનિટ વધુ લાંબુ ચાલશે. જ્યોતિષો મુજબ, પૂર્ણ ચંદ્રગ્રહણના દિવસે અશુભ યોગ સર્જાઇ રહ્યો છે જેના કારણે કુદરતી આફતોથી નુકસાન પણ થઈ શકે છે.
 
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. અમર ડિબ્બાવાલાના જણાવ્યાં મુજબ, ગોચરમાં મકર રાશિના કેતુની સાથે ચંદ્રનો પ્રભાવ અને રાહુથી તેની સમસપ્તક દ્રષ્ટિ સંબંધ હોવાની સાથે જ શનિ તથા મંગળનું વક્રી થવું જ્યોતિષીય દ્રષ્ટિએ વિશેષ ઘટના છે. ગ્રહણના દિવસે જ આ પ્રકારના અશુભ યોગો સર્જાવા જ્યોતિષીય દ્રષ્ટિએ સારા નથી માનવામાં આવતા. આ ગ્રહણના કારણે કુદરતી આફતોની શક્યતાઓ વધશે. દરિયાઈ તોફાનના યોગ પણ આ દિવસે બની શકે છે.
 
પં. અમર ડિબ્બાવાલાના જણાવ્યાં મુજબ, પૂર્ણ ચંદ્રગ્રહણ ઉત્તરા અષાઢ તથા શ્રવણ નક્ષત્ર અને મકર રાશિમાં થશે. એટલે જેમનો જન્મ નક્ષત્ર ઉત્તરા અષાઢ તથા શ્રવણ નક્ષત્ર અને જન્મ રાશિ તથા લગ્ન મકર છે, તેમના માટે વિશેષ અશુભ છે. તેથી આવા લોકોએ ચંદ્રગ્રહણ દરમિયાન સાચવીને રહેવું. આ સિવાય જેમની જન્મ કુંડળીમાં ગ્રહણ યોગ છે, તે લોકોએ પણ આ દિવસે પોતાનું ખાસ ધ્યાન રાખવું.
 
ગ્રહણના સમયો
 
1. ગ્રહણ પર્વ કાળ - 3.55 કલાકે
(સૂતક - અષાઢ પૂનમ શુક્રવાર 27 જુલાઈના ગ્રહણ શરૂ થવાના 12 કલાક પહેલા શરૂ થશે.)
 
2. ગ્રહણ સ્પર્શ - રાતે 11.54 કલાકે
 
3. ગ્રહણ સંમેલન - રાતે 1 કલાકે
 
4. પૂર્ણ ગ્રહણ - રાતે 1.52 કલાકે
 
5. ઉન્મૂલન (ગ્રહણ મુક્તિ શરૂ) - રાતે 2.54 કલાકે
 
6. મોક્ષ (ગ્રહણ પૂર્ણ) - સવારે 3.55 કલાકેશુક્રવારે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણઃ રાહુ-કેતુના કારણે બની રહ્યા છે અશુભ યોગ, થઈ શકે છે કોઈ મોટી દુર્ઘટનાશુક્રવારે સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણઃ રાહુ-કેતુના કારણે બની રહ્યા છે અશુભ યોગ, થઈ શકે છે કોઈ મોટી દુર્ઘટના
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.