જિલ્લાની આર્થિક પાટનગરી એવા ડીસામાં ખાનગી રીક્ષા ચાલકોની દબંગગીરી સામે આવી છે જેમાં શહેરના હાર્દ સમા સરદારબાગ સર્કલ ઉપરના રોડ ઉપર મનફાવે તેમ રીક્ષાઓ ઉભી રાખી પેસેન્જર ભરતા નજરે ચડ્યા હતા. વાહનો અને રાહદારીઓથી સતત ભરચક રહેતા આ સર્કલ ઉપર પોલીસ અને ટી. આર. પી. જવાનોની સૂચક હાજરી હોવા છતાં પણ આ રીક્ષા ચાલકો તેમની પરવા કર્યા સિવાય રોજે રોજ આ રીતે પેસેન્જર ભરતા હોઇ અવાર નવાર ટ્રાફિકમાં અવરોધ ઉભો થાય છે અને ટ્રાફિક ચક્કાજામ થાય છે ત્યારે ખુલ્લેઆમ દબંગગીરી કરી જાહેર રોડને પણ બાનમાં લેતા રીક્ષા ચાલકોને કાયદાનું ભાન કરાવાય તેવો જનમત પ્રવર્તે છે.