આબુમાં રીંછે માણસ પર હુમલો કર્યો, ઘાયલ ને ગ્લોબલ હોસ્પિટલ ખસેડાયો

        આબુ ગુજરાત નું કાશ્મીર ગણાય છે અહીં નું વાતાવરણ કુદરતી પહાડો વાળુ હોઈ અહીં વન્યજીવો પણ વસે છે આ વિસ્તાર અરાવલી ના પહાડો પર આવેલું હોઈ અહીં લોકો આબુ ફરવા અને અહીંનો કુદરતી નજારો જોવા અચુક આવતા હોય છે આજે આબુ માં અચલગઢ મંદિર પાસે સવારે  પાસે ના ગામ નો મજુર અહીં મજૂરી કરવા આવતા તે અહીં રીંછ નો શિકાર બન્યો હતો અને તેને ઘાયલ અવસ્થા મા ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો  
 
        આજે અચલગઢ પાર્કિંગ પાસે સવારે પાસે ટાંકલા  ગામ નો રહેવાસી   હરિયાભાઈ બાપજીભાઈ ગરાસિયા આબુ ના અચલગઢ ગામ ખાતે મજૂરી અર્થે આવ્યો હતો ત્યારે પાછળ થી રીંછ એ હુમલો કરી આ યુવક ને ઘાયલ કરી નાખ્યો હતો આ પહેલા પણ આબુ મા રીંછ નો માણસ પર હુમલાઓ ના બનાવો બનતા છે ,રીંછ ના હુમલાથી યુવક એ બુમાબુમ કરતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને રીંછ જંગલ મા  ભાગી ગયુ હતુ ,ઘાયલ યુવક ને એમ્બ્યુલન્સ દ્વારા ગ્લોબલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વન વિભાગ ના કર્મચારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.