સાબરકાંઠા જીલ્લામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : પ્રથમ દિવસે કોઈ કોપી કેસ નહી

 
 
 
 
                       સાબરકાંઠા જીલ્લામાં ગુરૂવારથી ધો - ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ કર્યો છે ત્યારે તેમાં ધો - ૧૦ અને ૧૨ ના મળી અંદાજે ૫૦૪ , વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા . જોકે પ્રથમ દિવસે એકપણ કોપીકેસ નોધાયો નથી . પરીક્ષા દરમ્યાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તમામ પરીક્ષા કેન્દ્રો પર ગોઠવી દેવામાં આવ્યો હોવાને કારણે પરીક્ષા કેન્દ્રની બહાર વાલીઓના ટોળા જોવા મળ્યા ન હતા , આ અંગેની વિગત એવી છે કે ગુરૂવારથી શરૂ થયેલી ધો - ૧૦ અને ૧૨ની પરીક્ષાના પ્રથમ દિવસે ધો - ૧૦માં ગુજરાતીનું પેપર , ધોરણ ૧૨ના કોમર્સ પ્રવાહમાં નામાના મુળતત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ફીજીક્સનું પેપર હતુ . જોકે જીલ્લામાં આવેલા ધો - ૧૦ના નોંધાયેલા ૨૭૦ વિધાર્થીઓ પૈકી પ૩૩ વિધાર્થીઓ ગમે તે કારણસર ગેરહાજર રહ્યા હતા . જ્યારે બાકીના વિધાર્થીઓએ પરીક્ષાખંડમાં પ્રવેશ કરતા અગાઉ તેમને કુમકુમ તીલક કરવામાં આવયાં હતા . તેજ પ્રમાણે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૯૦૭ નોધાયેલા વિધાર્થીઓ પૈકી ૨૪ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા . જેમાં ત્રણ દિવ્યાં વિધાર્થીઓનો સમાવેશ થાય છે . ધો - ૧૨ વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો જીલ્લામાં પ્રથમ દિવસે ફીજીક્સના પેપરમાં નોધાયેલા ૩૫ પૈકી ૪૧ વિધાર્થીઓ ગેરહાજર હતા . પ્રથમ દિવસે પેપર ખુબ જ સરળ હોવાનું વિધાર્થીઓનું કહેવુ છે . ધોરણ - ૧૦ માં ગુજરાતી પેપરમાં નિંબધ તરીકે પરિશ્રમ એ પારસમણી , વિદ્યા વિનયથી શર્ભ તથા પ્રકૃતીનું રક્ષણ એ જીવનનું રક્ષણ એ વિષય પુછાયો હતો . જેના કારણે પરીક્ષા આપનાર વિધાર્થીઓ ખુશ હતા . ધો - ૧૦ના જુના કોર્ષમાં ૧૧૫૬ જ્યારે નવા કોર્ષમાં ૧૦૧૫૧ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી . પ્રથમ દિવસે એકપણ કોપીકેસ ન નોંધાતા હીવટીતંત્રએ હાશકાર . અનુભવ્યો છે . ઉલ્લેખનીય છે કે ધો - ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા માટે ધોરણ ૧૦માં હિંમતનગર અને ઈડર ઝોનમાંથી પરીક્ષાનું સંચાલન કરાઈ રહ્યું છે . કુલ મળી ૧૦૪૪ બ્લોકમાં વિધાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે . માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સાબરકાંઠાના જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરાયા છે . તેવા કેન્દ્રો પર બોર્ડ દ્વારા ચોરી ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી . બોસ ધોરણ ૧ર આટર્સની પરીક્ષાનો આજથી પ્રારંભ ધોરણ - ૧૨ સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહ તથા ધો - ૧૦ ની પરીક્ષાનો તા . ૦ માર્ચથી પ્રારંભ થયો છે . અને તા . ૮ માર્ચથી ધો - ૧૨ની આર્ટસની પરીક્ષા શરૂ થશે .
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.