દારૂ પીધેલા દીકરાએ પથ્થરના ઘા મારીને પિતાની હત્યા કરી

જુનાગઢ જિલ્લાના પ્લાસવામાં એક પુત્રએ તેના પિતાની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. આરોપી જ્યારે ઘરે ગયો ત્યારે તેના પિતા સાથે બોલાચાલી થઈ હતી. આરોપી પુત્રને 
 
દારૂ પીવાની ખુબ જ ખરાબ ટેવ આ હત્યાનું કારણ બની હોવાથી પિતા-પુત્ર વચ્ચે માથાકૂટ થઇ હતી. આમ પિતા-પુત્રના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં 
 
સનસનાટી મચી ગઈ છે. જ્યારે પિતાના મૃત્યુને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, દારૂ પીવાની કૂટેવ ધરાવતો પુત્રને પિતાએ ઠપકો આપતા તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગુસ્સામાં આવીને દારૂડીયા દીકરાએ પુત્ર પર પથ્થરના ઘા માર્યા હતા. જ્યાં 
 
ઘટના સ્થળે જ પિતાનું મોત નિપજ્યુ હતું. હાલમાં પોલીસે લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી છે. અને સ્થાનિક પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.