ભાભર તાલુકાના સુથાર નેસડી ગામ નજીક બાઈક-જીપ વચ્ચે અકસ્માત : બે નાં કરૂણ મોત

 બાઈક-જીપ વચ્ચે અકસ્માતમાં બે પિતરાઈ ભાઈનાં કરૂણ મોત 
 
 
 
                 ભાભર તાલુકાના સુથાર નેસડી ગામ નજીક ગઈકાલે સાંજે એક જીપ અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં વાવ પંથકના બે વિપ્ર પિતરાઈ ભાઈના મોત થતાં અરેરાટી મચી છે. 
વાવ તાલુકાના દેથળી ગામના વતની અને ભાભરમાં ફર્નીચરની દુકાન ધરાવતા બે પિતરાઈ ભાઈઓ અશોક ભુરાભાઈ ગામોટ (બ્રાહ્મણ) અને હિતેશ આશારામભાઈ ગામોટ (બ્રાહ્મણ) ગઈકાલે સાંજે ભાભરથી દેથળી જવા માટે પોતાનું બાઈક લઈ જઈ રહ્યા હતા. ત્યારે ભાભર- વાવ રોડ ઉપર સુથાર નેસડી ગામ નજીક સામેથી આવતી જીપના ચાલકની બેદરકારીના કારણે બાઈક- જીપ વચ્ચે અકસ્માત  સર્જાયો હતો. જેના કારણે હવામાં ફંગોળાઈ રોડ સાઈડે પડેલ અને બાઈક સવાર બન્ને યુવકો દુર ખેતરમાં અને વાડમાં ઘુસી જતાં ગંભીર ઈજાઓ થતાં બન્નેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે જીપ પણ ઉંધી વળી ગઈ હતી. જેમાં બેઠેલાઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જનાર જીપ ઉપર યુ.જી.વી.સી. એલ.નું બોર્ડ હતું. ભાભર પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.