02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / રેલવેના ઇતિહાસમાં પહેલીવાર, સંપૂર્ણ મહિલા Crewએ એક માલગાડીને છેક સુધી પહોંચાડી

રેલવેના ઇતિહાસમાં પહેલીવાર, સંપૂર્ણ મહિલા Crewએ એક માલગાડીને છેક સુધી પહોંચાડી   31/07/2018

પૂર્વ-મધ્ય રેલવેના ઇતિહાસમાં પહેલીવાર, 3 મહિલાઓ (2 લોકો પાયલટ અને 1 ગાર્ડ)એ એક માલગાડીનો ચાર્જ લીધો. શુક્રવારે આ ત્રણ મહિલાઓ, માલગાડીને બિહારના દાનાપુર સ્ટેશનથી ફતુહા જંકશન સુધી લઇ ગઈ હતી. લોકો પાયલટ - સોની કુમારી અને વિભા કુમારી અને ગાર્ડ સ્વાતિ સ્વરૂપે 31 કિલોમીટરની આ યાત્રા પૂર્ણ કરી હતી
 
માલગાડી, સામાન લઈને દાનાપુર સ્ટેશનથી 1:10 વાગ્યે બપોરે નીકળા હતા અને 2:35 વાગ્યે ફતુહા જંકશન યાર્ડ સુધી પહોંચ્યા હતા.
 
આ મહિલાઓ માટે આ એક શરૂઆત છે. પહેલા તેમની પાસે દિવસમાં ઓછા અંતરનું કામ કરાવવામાં આવશે, સુરક્ષાના કારણોસર આવું કરવામાં આવશે.
 
રેલવેએ મહિલા લોકો પાયલટ અને ગાર્ડ માટે મહિલા આર.પી.એફ સૈનિકોની પણ વ્યવસ્થા કરી હતી.
 
એક અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર, આ વર્ષે જ 8 માર્ચના રોજ એક મહિલા ટીમ રાંચી-લોહરદગ્ગા ટોરી પેસેન્જર ટ્રેનને 111 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી હતી. આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે આ અનોખી પહેલ કરવામાં આવી હતી. માલગાડી પહોંચાડવાના કિસ્સાએ સાબિત કરી દીધું છે કે મહિલાઓ કોઈપણ મામલે પુરુષોથી ઓછી નથી, તે એકવાર ફરી સાબિત થયું છે.

Tags :