02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ ૫ સેકન્ડમાં ૭૦ લાશો ટ્રેક પર પથારઈ

અમૃતસર ટ્રેન દુર્ઘટનાઃ ૫ સેકન્ડમાં ૭૦ લાશો ટ્રેક પર પથારઈ   20/10/2018

પંજાબના અમૃતસરમાં રાવણદહન દરમિયાન થયેલા રેલવે અકસ્માતે દરેક વ્યક્તિને હચમચાવી મૂકી છે. ઘરથી લોકો તૈયાર થઇને દશેરાના પર્વની ઉજવણી કરવા પહોંચ્યા હતા. કોઈ બાળકને નવા રમકડાં અપાવવાની વાત કરીને લાવ્યો હતો તો કોઈ એ લાલચમાં આવ્યો હતો કે રાવણદહન બાદ મીઠાઇ, જલેબી ખાશે. પણ તેના પહેલા જ એક જ સમયે આવેલી બે ટ્રેનો લોકોને કચડીને નીકળી ગઈ. આ દુર્ઘટના બાદ તંત્ર, સ્થાનિક નેતા, રેલવે અને રામલીલા આયોજક તમામ સંડોવાયેલા દેખાય છે. ટ્રેનને રોકવા કે ગતિ ધીમી રાખવાની વ્યવસ્થા કરવી જોઈતી હતી. ઘટનાસ્થળે હાજર મનપ્રીતે કહ્યું કે હું મારી છત પર ઊભો થઈને રામલીલા જોઈ રહ્યો હતો. પહેલા ભીડ એકત્રિત કવરા માટે ગીત વગાડવાનો પ્રોગ્રામ થયો. અંદર જગ્યા ઓછી પડી તો લોકો બહાર ટ્રેક પર ઊભા થઈ ગયા. નવજોત સિંહ કૌર સિદ્ધુ આવી પહોંચ્યા. તેમણે ભાષણ આપ્યું. દરમિયાન સાંજે 6:50 વાગ્યે રાવણદહન કરી દેવાયું. આતશબાજી શરૂ થઈ ગઇ. તેનો અવાજ કે હોર્નનો પણ અવાજ સંભળાઈ રહ્યો નહોતો. કેટલાકે ટ્રેન જોઇ પીછેહઠ કરી તો પાછળથી અમૃતસર તરફથી આવતી ટ્રેન આવી ગઇ અને તમામ કચડાઈ ગયા.એક વ્યક્તિએ કહ્યું કે આયોજકોએ ટ્રેકની નજીકમાં જ એલઈડી સ્ક્રીન લગાવી હતી. જેના કારણે અહીં લોકો એકઠાં થયા હતા. આયોજનની મંજૂરીના સવાલો પર પોલીસ કમિશ્નર એસએસ શ્રીવાસ્તવ કંઈ પણ બોલતા બચતાં રહ્યાં.
 
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે દુર્ઘટનાને ધ્યાનમાં રાખી ઈઝરાયલની મુલાકાત રદ કરી દીધી. તે શનિવાર દિલ્હીથી અમૃતસર પહોંચશે. રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહા અને રેલવે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાણી વિશેષ વિમાનથી અમૃતસર માટે રવાના થયા છે. રેલવેમંત્રી પીયૂષ ગોયલ પણ અમેરિકાની મુલાકાત અધવચ્ચે રદ કરી દેશ પાછા ફરવા રવાના થયા છે.

Tags :