પીવા માટે પાણી નહી મળતા ૩૦૦ પરિવારોની આત્મવિલોપનની ચિમકી?

પીવા માટે પાણી નહી મળતા ૩૦૦ પરિવારોની આત્મવિલોપનની ચિમકી?
 
થરાદના વજેગઢ ગામે છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા 
વારંવાર રજુઆતો કરવા છતાં પણ પીવા માટે પાણી નહી મળવાના કારણે નાનીપાવડ રોડ પર સર્વે નંબર ૭૩ અને ૭૪માં રહેઠાણો ધરાવતા રહીશોએ શુક્રવારે પાણીપુરવઠા કચેરીમાં દોડી આવ્યા હતા.અને તેઓ વેરો ભરતા હોવા છતાં પણ તેમને એક વર્ષથી પાણીની સમસ્યા હોવા છતાં પણ કોઇ પગલાં ભરવામાં નહી આવતાં રૂપીયા ખર્ચીને ટેન્કર લાવવું પડતું  હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો. જોકે કર્મચારીએ પણ ગેરકાયદે કનેકશન કાપવા જતાં કોઇ 
હુમલો કરે તો કોણ જવાબદારી લેશે તેવો સવાલ કરતાં રહીશો એ જવાબદારી તમારી છે. અને પાણીપુરવઠાના જ કર્મચારીઓની મિલીભગતથી મકાનો બાંધવા ગેરકાયદે રીતે પાણી અપાય છે તેમ તેમના મોઢા પર આક્ષેપ કરી આ અંગે ઉચ્ચસ્તરે પણ રજુઆત કરવાની તજવીજ હાથ ધરશે તેમ જણાવ્યું હતું. સાથે સાથે લેખિતમાં આવેદનપત્ર સ્વરૂપે રજુઆત કરી હતી.તેમજ આજે તો કચેરીમાં માત્ર પુરૂષો જ રજુઆત કરવા આવ્યા છે પરંતુ હવે પછી મહિલાઓ પણ આવશે અને પાણી એ જ જીવન હોઇ ન છુટકે સામુહિક આત્મવિલોપન કરવાની પણ  ચિમકી પણ ઉચ્ચારતાં ખળભળાટ મચવા પામ્યો હતો. જો કે પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરએ આ અંગે ગ્રામ પંચાયત સાથે રહીને યોગ્ય કાર્યવાહી કરવાની પણ હૈયાધારણ 
આપી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.