શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવ વધતાં મધ્યમવર્ગની હાલત કફોડી

રખેવાળ ન્યુઝ, વડાવલ  : વધતી જતી ગ્લોબલ ર્વોમિંગની અસરને પગલે સમગ્ર જીવસૃષ્ટિ પર તેની વિપરીત અસરો થઇ છે. ક્લાઈમેટ ચેન્જ થતા ધરખમ ફેરફારો થઈ રહ્યા છે.જેમાં ખાસ કરીને ઋતુ ચક્ર પણ ફેરવાઈ રહ્યું છે.શિયાળાની શરૂઆતમાં પણ ઠેરઠેર થઇ રહેલા કમોસમી વરસાદના કારણે જેની સીધી અસર જીવ સૃષ્ટી સાથે વન્ય સૃષ્ટિ પર પણ પડી રહી છે.જેને લઇ શિયાળાના પ્રારંભે જ લીલી શાકભાજીના ભાવો આસમાને પહોંચતા મધ્યમ વર્ગની હાલત કફોડી બની જવા પામી છે દિવસ ભર મજૂરી કરી બે ટંકનું પેટિયું રળતા લોકોને લીલી શાકભાજીની ખરીદી કરવી પરવડે તેમ નથી ત્યારે મોંઘવારીના આ સમયમાં આમ આદમીને બે છેડા ભેગા કરતા નાકે દમ આવી રહ્યો છે.
શિયાળાની ઋતુમાં ભરપૂર શાકભાજી આવતી હોય છે.પરંતુ આ વર્ષે સતત થઈ રહેલા કમોસમી વરસાદને લઇ અન્ય પાકો ની સાથે શાકભાજીને પણ ભારે નુકસાન થયું છે ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી પણ ૮૦ રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહી છે. આ ઉપરાંત લસણ ૨૫૦ થી ૩૦૦ રૂપિયા, ટમેટા ૬૦ થી ૮૦ રૂપિયા, આદુ ૧૦૦ થી ૧૨૦ રૂપિયા, કોથમીર ૧૦૦ થી ૧૨૦ રુપિયા,ગવાર ૧૦૦ રૂપિયા, ગાજર ૧૦૦ રૂપિયા મરચા ૮૦ રૂપિયા સહિતની લીલી શાકભાજીના ભાવ ખૂબ ઊંચા જોવા મળી રહ્યા છે.શાકભાજીના રાજા ગણાતા બટાકાના ભાવ પણ સતત વધી રહ્યા છે.આમ લીલી શાકભાજીના સતત વધતા જતા ભાવ ગૃહિણીઓ માટે શિરદર્દ સમાન બની ગયા છે.સામાન્ય દિવસોમાં સસ્તા ભાવે મળતી લીલી શાકભાજી આજે તેના ભાવ આસમાને જઈ રહ્યા છે.
આમ કારમી મોંઘવારીમાં પીસાતા લોકો મોંઘવારીનો માર ઓછો થાય તેની રાહ જુએ છે પણ તેની આશા ઠગારી નીવડી રહી છે.રાજ્યમાં સારા વરસાદ બાદ કમોસમી વરસાદ થી શાકભાજીના ભાવ ભડકે બળતાં આમ આદમીનું બજેટ ખોરવાઇ ગયું છે.
 
                                                                                                                                                                                               તસ્વીર: નરસિહ દેસાઈ 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.