દિવાળીના તહેવારો બાદ એસ.ટી.નો પાલનપુર વિભાગ પર્યટકો માટે વધારાની બસો દોડાવશે

પાલનપુર દિવાળીના તહેવારો બાદ મીની વેકેશન જેવો માહોલ સર્જાય છે અને શાળા-મહાશાળાઓ ઉપરાંત સરકારી કચેરીઓ તેમજ ખાનગી પેઢીઓ પણ લાંબા સમય સુધી બંધ રહેતી હોય નોકરિયાત પરિવારો દિવાળીના મીની વેકેશનનો સદઉપયોગ કરી સહેલગાહની મજા માણવા ઉપડી જાય છે.આવી સ્થિતિમાં દર વર્ષે દિવાળી બાદ પ્રજાકીય અવરજવર વધી જતી હોઇ વધારાના ટ્રાફિકને પહોંચી વળવા તેમજ રજાઓનો આનંદ માણવા ઉત્સુક પરિવારોને સલામત પરિવહન સેવા પૂરી પાડવા એસ.ટી. નિગમનો પાલનપુર વિભાગ પણ સજ્જ બની ગયો છે.એસ.ટી.ના પાલનપુર વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી દરમ્યાન વતન આવતા અને સહેલગાહે જવા ઇચ્છતા પરિવારોને બસસેવા પુરી પાડવા એસ.ટી.નિગમના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક જે.એચ.સોલંકીના માર્ગદર્શન હેઠળ વિભાગીય પરિવહન અધિકારી જે.બી. કરોતરા અને તેમની ટીમે વધારાના બસ રૂટ દોડાવવાનું આયોજન ગોઠવ્યું છે.એસ.ટી. નિગમના પાલનપુર વિભાગ દ્વારા દીપોત્સવી પર્વને અનુલક્ષીને ગોઠવાયેલી વધારાની બસસેવાની વિગતો આપતાં એસ.ટી.નિગમના પાલનપુર ખાતેના વિભાગીય નિયામક જે.એચ.સોલંકીએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો દરમ્યાન પ્રવાસ પર્યટનની મજા માણવા ઇચ્છુક લોકોને સલામત પરિવહન સેવા પૂરી પાડવાના આશયથી અમે આગામી નવમી નવેમ્બરથી ૧૫મી નવેમ્બર દરમ્યાન પાલનપુરથી સૂંધામાતા, ઉદેપુર, અને માઉન્ટ આબુ, અંબાજીથી સૂંધામાતા, ઉદેપુર અને માઉન્ટ આબુ તેમજ ડીસા અને સિદ્ધપુરથી પણ સૂંધામાતા જવા-આવવા માટે વધારાના બસ રૂટ દોડાવવાનું આયોજન ગોઠવ્યું છે.તદઉપરાંત, નિગમના પાલનપુર વિભાગ હેઠળના તમામ ડેપો પરથી પણ અમદાવાદ,વડોદરા અને સુરત તરફ જવા આવવા માટે વધારાના બસ રૂટ દોડાવી મુસાફરોને પર્યાપ્ત સવલત પુરી પાડવાનું આયોજન ગોઠવાયું છે. મુસાફરો દિવાળીના સપરમાં દિવસોમાં ખાનગી વાહનોની જોખમી મુસાફરી ટાળી એસ.ટી. નિગમની સસ્તી અને સલામત પરિવહન સેવાનો લાભ લે તેવો અનુરોધ પણ વિભાગીય નિયામક જે.એચ.સોલંકીએ કર્યો છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.