જંગલોમાં આગ, વાવાઝોડાં સાથે 50,000 વીજળીના કડાકા

બ્રિટનના જંગલોમાં આગ લાગવાના કારણે અહીંનું તાપમાન 37 સે. સુધી પહોંચી ગયું છે. શુક્રવારે હીટવેવ અને આગના કારણે અહીં અનેક મકાનો સળગી ગયા હતા. બ્રિટનના હેમ્પશાયર, ડોર્સેટ, હાર્ટફોર્ડશાયર અને નોર્થવેલ્સના જંગલોમાં લાગેલી આગ અને રેકોર્ડ બ્રેક ટેમ્પરેચરના કારણે અત્યાર સુધી સૌથી વધુ ગરમી નોંધવામાં આવી છે. શુક્રવારે બ્રિટનના અલગ અલગ શહેરોમાં લાગેલી આગના કારણે હીટવેટમાં ઓર વધારો થયો છે. ગવર્મેન્ટે આજે ટ્રાવેલ નહીં કરવાની સુચના આપી છે.
 
- બ્રિટનમાં મોટાંભાગની ઓફિસ આજે વહેલી બંધ કરી દેવામાં આવી દેવામાં આવશે. આ ઉપરાંત વાહન નહીં ચલાવવાની ચેતવણી આપવામાં આવી છે. કારણ કે, ગત રાત્રે 2 વાગ્યાથી યુકે અને નોર્થ સીમાં 50,000થી વધુ વીજળી અને બરફવર્ષા થઇ રહી છે. 
 
- હવામાન વિભાગે નોર્થ અને ઇસ્ટ બ્રિટનમાં આજે વાવાઝોડાં સહિત 2.4 ઇંચ વરસાદની આગાહી કરી છે. આવી જ પરિસ્થિત ગઇકાલે ગુરૂવારે સ્કોટલેન્ડમાં હતી. સ્કોટલેન્ડમાં ગુરૂવારે 3.1 ઇંચ વરસાદ અને 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો હતો. 
 
- બ્રિટનમાં આજે 1 વાગ્યા પછી તાપમાન 34.1 ડિગ્રી સે. નોંધવામાં આવ્યું હતું. બ્રાઇટોનમાં વોટર પાઇપ તૂટી જતાં 1300 મકાનોમાં પાણીની અછત થઇ હતી. આ સિવાય પાઇપલાઇન તૂટી જતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.