ડીસા પાલિકાના નવ નિયુક્ત શિક્ષણ સમિતિના ચેરમેનનું સન્માન

 
 
 
                                 છેલ્લા કેટલાંય સમયથી વિવાદના ઘેરામાં આવેલી ડીસા નગરપાલિકાના વિવાદનો અંશતઃ અંત આવ્યો છે. જેમાં સમિતિની રચનાને લઇ તાજેતરમાં જ શાસિત પક્ષ પર કેટલાંક સભ્યો દ્વારા આક્ષેપો કરાયા હતા. જેથી ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલીક સમિતિઓની રચના કરી ચેરમેનોએ પદભાર સંભાળ્યો હતો. જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે રવિભાઇ ગુંધી પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. જેથી તેમના સમર્થકો અને મિત્ર વર્તુળમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી. ગુરૂવારે તેમણે પોતાનો પદભાર સંભાળતાં ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીના અધ્યક્ષસ્થાને એસ.સી. ડબલ્યુ હાઇસ્કૂલના સભાખંડમાં તેમને પુષ્પગૃચ્છ અને મોમેન્ટો આપી સન્માન 
કરાયું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.