રાજકોટના પીપળીયા ગામ પાસેથી 44 લાખના હેરોઇન સાથે બે ઝડપાયા

દારુ પછી હવે ગાંજો અને ચરસ મોટા પ્રમાણમા પકડાય છે. ગઇકાલે 3 કિલો ગાંજો ઝડપાયા બાદ આજે ગોંડલ રોડ હાઇવે પરથી 44 લાખની કિંમતનો 439.870 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે બે શખ્સોએ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડ્યા હતા. બન્નેને ઝડપી લઇ હાલ પોલીસ વધુ વિગતો મેળવી રહી છે.

રાજકોટ એસ.ઓ.જી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગોંડલ રોડ પર આવેલી પીપળીયા ગામની સીમ હજરત ગેબનશા બાવાજીની દરગાહની બાજુમાં માદક પદાર્થનું વેચાણ થઇ રહ્યું છે. પોલીસે વોચ ગોઠવી મહેશ કરશન ભોજવીયા અને ઇમ્તીયાઝ અબ્દુલ દોઢીયાને ઝડપી પાડ્યાં હતા. તેની પાસેથી 439.870 ગ્રામ હેરોઇન ઝડપાયો હતો, તેની આંતરાષ્ટ્રીય કિંમત અંદાજે 44 લાખ જેવી થાય છે. આ બન્ને ઇસમો ક્યાંથી ગાંજો ખરીદતા, કોને વેચતા, કેટલા સમયથી વેચતા વગેરે માહિતીની પૂછપરછ કરી રહ્યાં છે.

 

150 રૂપિયાનો એક મીલીગ્રામ

 

 

રાજસ્થાનના કોટા ગામ પાસેથી બે શખ્સો હેરોઇન લઇ આવી દોઢ મહિનાથી રાજકોટ-જંગલેશ્વર વિસ્તારમાં રાખ્યો હતો. જે શહેર પોલીસની જાણ બહાર રહી ગયું હતું. આજે આ હેરોઇન વહેંચવા નીકળતા રૂરલ એસઓજીએ બન્નેને ઝડપી રીમાન્ડની તજવીજ હાથ ધરી છે. બન્ને શખ્સો એક મીલીગ્રામના 150 રૂપિયા વસૂલવાના હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.