02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ગુજરાતની 6 બેઠકો પર મતદાન પૂર્ણ, સૌથી વધુ થરાદમાં 65 ટકા

ગુજરાતની 6 બેઠકો પર મતદાન પૂર્ણ, સૌથી વધુ થરાદમાં 65 ટકા   21/10/2019

ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ સહિત, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સવારે આઠ વાગ્યેથી મતદાન શરૂ થયું છે. જોકે પ્રારંભિક તબક્કે મતદાન ધીમી ગતિએ થઇ રહ્યું છે. થરાદમાં 65.47 ટકા, રાધનપુરમાં 59.87 ટકા, ખેરાલુમાં 42.81 ટકા, બાયડમાં 57.81 ટકા, અમરાઈવાડીમાં 31.53 ટકા અને લુણાવાડામાં 47.54 ટકા મતદાન થયું છે.
 
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં બધાની નજર ઉત્તર ગુજરાતની રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. બાયડના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા, કોંગ્રેસના જશુ પટેલે મતદાન કર્યું છે. સાંસદ પરબત પટેલે થરાદમાં મતદાન કર્યું છે. ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોરે મતદાન કર્યું હતું. અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે મતદાન કર્યું હતું. થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતે મતદાન કર્યું હતું. બાયડના લીંબ-2માં ઇવીએમ મશીન ખોરવાતા મતદાન પ્રક્રિયા રોકવામાં આવી હતી. અલ્પેશ ઠાકોર અને રધુ દેસાઈ વોટિંગ કરી શક્યા નથી કારણ કે બંને અમદાવાદ જિલ્લાના મતદારો છે.

Tags :