02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / થરાદના દુધવા ગામના બે વ્યક્તિનાં સ્વાઇનફલુથી મોત નિપજતાં ફફડાટ

થરાદના દુધવા ગામના બે વ્યક્તિનાં સ્વાઇનફલુથી મોત નિપજતાં ફફડાટ   28/10/2018

થરાદ તાલુકાના દુધવામાં તાલુકાના વળાદર ગામનો એક શ્રમજીવી ગામમાં ભાગીયા તરીકે કામ કરતો હતો.તેને તથા અન્ય એક વ્યક્તિને અઠવાડીયા તાવ આવવાના કારણે સારવાર અર્થે પીલુડા અને દુધવા ગામના સામુહિક આરોગ્યકેન્દ્રોમાં ખસેડાયા હતા.જ્યાં દવાગોળીથી કોઇ ફરક નહી પડતાં અને તબીયત વધુ કથળતાં ત્યાંથી વધુ સારવાર અર્થે એકને અમદાવાદ સિવિલમાં અને બીજાને પાટણની બાજુમાં આવેલા ધારપુરની હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.જ્યાં બંન્નેનું સારવાર દરમ્યાન સમયાંતરે શુક્રવારે મૃત્યુ નીપજ્યું હતું.જે પૈકી એકના મૃતદેહને વતનમાં વળાદર મુકામે લાવી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જ્યારે બીજા દર્દીનો ભાઇ અમદાવાદ મુકામે રહેતો હોઇ તેમના અંતિમસંસ્કાર ત્યાં કરવામાં આવ્યા હતા.આ બનાવથી ગામ અને પંથકમાં અરેરાટી સાથે ચકચાર અને ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી.

Tags :