પાટણ સંસદીય મત વિસ્તારનો આરોગ્ય મેળો યોજાશે

 
 
 
પાટણ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, પાટણ દ્વારા પાટણ સંસદીય મતવિસ્તારનો આરોગ્ય મેળો આગામી તારીખ ૧૮-૧૯ ફેબ્રુઆરી-૧૯ દરમિયાન મેડીકલ કોલેજ, ધારપુર ખાતે યોજાનાર છે. આરોગ્ય મેળાના આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખના અધ્યક્ષસ્થાને અધિકારીઓની મીટીંગ યોજાઇ હતી.  આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોગ્ય મેળામાં લોકોને સ્વાસ્થ્ય અંગે પુરેપુરી જાણકારી, માર્ગદર્શન, નિદાન અને મફત સેવાઓ મળી રહે તે હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગામડાના દુર દુરના વિસ્તારમાંથી જુદી જુદી બિમારીઓથી લોકો પીડાય છે. તેને સાચી સમજ અને માર્ગદર્શનથી વિનામુલ્યે ઇલાજ કરવામાં આવશે. આરોગ્ય મેળામાં મેડીસીન, બાળરોગ નિષ્ણાત, જનરલ સર્જન, ચામડીના રોગોના નિષ્ણાત, દાંતના રોગોના નિષ્ણાત, લેબોરેટરીની સુવિધાઓ, સ્ત્રી રોગ નિષ્ણાત ઓર્થોપેડીક નિષ્ણાત, નાક-કાન-ગળાના નિષ્ણાત, માનસિક રોગોના નિષ્ણાત, રેડિયોલોજી સેવાઆ ેવિનામુલ્યે પુરી પાડવામાં આવશે.  આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. અલ્પેશ સાલ્વી, ધારપુર મેડીકલ કોલેજના ડીન ર્ડા. વાય.એસ. ગોસ્વામી, જિલ્લા ક્ષય અધિકારી ર્ડા. પી.આઇ. પટેલ, જિલ્લા મેલેરીયા અધિકારી ર્ડા. સનદ જોષી, જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફીસર ર્ડા. આર.પી. પટેલ, ધારપુર મેડીકલ કોલેજના આર.એમ. ઓ. ર્ડા. હિતેશ ગોસ્વામી, ધારપુર મેડીકલ કોલેજના પેથોલોજીસ્ટ ર્ડા. જીજ્ઞેશ પરમાર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.