કુંભાસણના અરવિંદભાઈએ બનાવી અનોખી મોબાઈલ એપ

પાલનપુર : બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામના અરવિંદ નામના યુવકે એક એવી એપ્લિકેશન બનાવી છે. જે લોકો માટે સુવિધા સાથે પર્યાવરણ, ટ્રાફિક સમસ્યા અને ઈંધણ ખર્ચ બચાવવા માટે મહત્વની સાબિત થઈ રહી છે. એકમાત્ર ધોરણ ૧૨ પાસ અરવિંદે  "લે ચલો એપ" બનાવી છે. ઘરેથી કોઈપણ કામ અર્થે નીકળતા લોકો માટે ક્યાંય પણ જવા આવવા માટે ગાડી નંબર ગાડી માલિક તેમજ મોબાઈલ નંબર સાથેની મહત્વપૂર્ણ જાણકારી એપ દ્વારા પુરી પાડવામાં આવી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોરથી સરળતાથી પોતાના મોબાઈલમાં મફત ડાઉનલોડ કરી એપનો ઉપયોગ કરી શકાય છે. એપમાં જ્યાં જવુ હોય તે સીટીનું નામ લખો એટલે એપ દ્વારા ગાડી નંબર, સ્થળ, ગાડી ડ્રાઈવર, નંબર સાથે ભાડું કેટલું થશે એની પુરી જાણકારી આપવામાં આવે છે.
હાલમાં આ એપમાં ૭૦૦ ગાડીઓની નોંધણી કરાયેલી છે તેમજ ૩૫૦૦ લોકો એપનો ઉપયોગ કરી રહ્યા છે. એપ દ્વારા દરરોજ જવા આવવા ગાડીઓમાં  બુકીંગ કરતાં લોકોની સંખ્યા પણ વધી રહી છે. એક વ્યક્તિ પોતે ક્યાંય પણ જવા નીકળે તો પોતે ગાડી લઈ નીકળે છે. જયારે ગાડીની અન્ય સીટો ખાલી રહે છે. વ્યક્તિ દીઠ એક ગાડી એકજ સ્થળે પહોંચે છે. જેથી ટ્રાફિક સમસ્યા પ્રદુષણ અને ઈંધણ ખર્ચ પણ ખુબજ થાય છે. જેથી એવું કંઈ કરીએ કે લોકો સમયસર એકજ ગાડીમાં યોગ્ય સ્થળે પહોંચી શકે. તેમજ જે લોકો પાસે ગાડી નથી એવા લોકો પણ એનો લાભ લઈ શકે. આ વિચારે અરવિંદે બે વર્ષ ની મહેનત પછી "લે ચલો મોબાઈલ એપ" બનાવી દીધી. આ કુશળતા પોતાના પિતા પાસેથી વારસામાં મળેલ છે. પિતા પણ ઈલેક્ટ્રીક વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી બાળપણથી ઈલક્ટ્રીક સાધનોમાં રૂચિ અને કામની ધગશે સફળતા 
અપાવી છે. હાલમાં અરવિંદ લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરે છે. અને સાથે લોકોને સુવિધા આપતી "લે ચલો એપ"માં રચ્યા પચ્યા છે. તેમજ એપ્લિકેશનમાં લોકોને કંઈપણ પ્રકારની પડતી અગવડતાઓ માટે આપેલ હેલ્પલાઇન નંબર પર સતત સમસ્યાઓનું સોલ્યુશન આપતા રહે છે."લે ચલો મોબાઈલ એપ્લિકેશન" બનાવી અરવિંદભાઈ એ સમાજ સાથે કુંભાસણ ગામનું જ નહિ પણ જિલ્લાનું નામ પણ ગૌરવંતુ કર્યું છે.
લે ચાલો એપ થી ગાડી ધારકો સાથે લોકો ને પણ ફાયદો છે કેટલાય ગાડી ચાલકો આ આપ સાથે જોડાયા છે. પહેલા કોઈ ગાડી ચાલક બહાર જતો ત્યારે કોઈ પેસેન્જર નો ડર રહેતો પરંતુ આ એપ મા જોડાયા બાદ ગાડી ધારક અને પેસેન્જર બંને ને સરળતા રહે છે વિશ્વાસ પણ પેદા થાય છે. અને સંબંધો પણ બને છે.ત્યારે ગાડી ધારકને પેસેન્જર ક્યાં અને કેવી રીતે મળી રહશે એ "લે ચલો એપ"ના ફાયદા છે. ત્યારે આ એપ થી ઘણી બધી સમસ્યા ઓ નો હલ થશે એવું મનાય રહ્યું છે.
અરવિંદ ગામડામાં રહેતા હોવાથી ગામડાની સમસ્યા સારી રીતે જાણે છે, ગામડાઓ અને નાના તાલુકાની સૌથી મોટી સમસ્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વાહન ન મળે એટલે રોજ રોજ હેરાન થવું પડે અને હજારો લોકો નોકરી માટે, મજૂરી માટે, ભણવા માટે કે અન્ય કામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજ અપડાઉન કરતા હોય છે. પણ પૂરતી વાહનની સુવિધા ન હોવાના કારણે હેરાન થતા હોય છે. મતલબ કે તમારી પાસે ગાડી હોય અને તમે પાલનપુરથી અમદાવાદ જતા હોય તો તમારે એપ્લિકેશનમાં તમારો ગાડી નંબર, અને ટાઈમ તેમજ તેમજ ક્યાં જવાના છો અને ભાડું લેવાનું હોય તો કેટલા રૂપિયા એ ડિટેઇલ નાખશો. એટલે તમને પેસેન્જરોની ડિટેઇલ આવશે. જો તમારી ઈચ્છા હોય કોઈને લઈ જવાની તો તમે આસાનીથી પેસેન્જર મેળવી શકો ટૂંકમાં તમે પોતાના ખાનગી વાહન જેવા કે ટ્રક, રીક્ષા, બાઈક, કે અન્ય કાંઈપણમાં તમે કોઈને લઈ જવા હોય તો લઈ જઈ શકો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.