થરાદ નજીક કારની ટક્કરથી મોટીપાવડ ગામના યુવકનું મોત

થરાદ : પ્રાપ્ય માહિતી મુજબ શુક્રવારની સાંજના સુમારે ય્ત્ન૦૮ મ્દ્ગ ૯૧૯૧  નંબરની એક બ્રેઝા કાર પુરઝડપે થરાદ તરફ આવી રહી હતી. જ્યારે એક મોટરસાયકલ ચાલક માંગરોળ તરફ જઇ રહ્યો હતો. જેને માંગરોળ અને સહયોગ હોટલ વચ્ચે આવેલા રામદેવ પેટ્રોલ પંપ નજીક કાર ચાલકે ટક્કર મારતાં બાઇક ચાલક બાવળોની ઝાડીમાં ફંગોળાયો હતો. ટક્કર એટલી ખતરનાક હતીકે મોટરસાયકલનો કચ્ચરઘાણ નિકળી જવા પામ્યો હતો. જ્યારે તેનાપર બેઠેલા યુવકને પણ ગંભીર ઇજા થવા પામી હતી. જેને નાજુક હાલતમાં ખાનગી વાહનમાં અને વચ્ચેથી ૧૦૮માં સારવાર અર્થે શહેરની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર મળે તે પુર્વે કરૂણ મોત નિપજ્યું હતું. આ યુવક થરાદ તાલુકાના મોટીપાવડ ગામનો રાઠોડ ખેમસીભાઇ રૂપસીભાઇ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવને લઇને પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.