રોડ પર લોહીથી લથબથ પડી હતી 28 વર્ષની પત્ની, બાજુમાં પાંચ વર્ષની દીકરી ધ્રુસકેને ધ્રુસકે રડી રહી હતી. પતિ બુમો પાડી પાડીને મદદ માગી રહ્યો હતો. તેને આશા હતી કે કોઈક રોકાશે અને તેની તડપતી પત્નીને હોસ્પિટલ લઈ જશે. ત્યારે ત્યાંથી અંદાજે 100 ગાડીઓ પસાર થઈ હતી. અમુક લોકો રોકાયા પરંતુ મહિલાને લોહી લુહાણ જોઈને આગળ વધી ગયા. પતિએ પોલીસને પણ ફોન કર્યો હતો. 20 મિનિટ પછી એક ગાડી રોકાઈ અને મહિલાને ઉજ્જૈન હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધી તેના શ્વાસ અટકી ગયા હતા. આ ઘટના ઈન્દોરના સાવરે રોડ પર થઈ હતી. અહીં સુધીર શર્મા તેમની પત્ની નેહા અને દીકરી માહી સાથે ઈન્દોરથી ઉજ્જૈન જતાં હતાં. સુધીર શર્મા ગોરપદુ કરતા હતા જ્યારે પત્ની નેહા ઘરે જ સીલાઈ કામ કરતી હતી.
હું પત્ની અને દીકરી માહીને લઈને સવારે 10 વાગે ઉજ્જૈન જવા નીકળ્યો હતો. સાવરે રોડ પર મારું પર્સ પડી ગયું. તેને લઈને નેહા આવી રહી હતી. ત્યારે જ એક કારે તેને ટક્કરમારી અને તે 25 ફૂટ સુધી ઘસડાઈ. તેના માથામાંથી લોહી વહેવા લાગ્યું. મારી દીકરી ખૂબ રડતી હતી. હું પત્નીને દવાખાન લઈ જવા માટે 20 મિનિટ કરતા વધારે સમય સુધી બુમો પાડતો રહ્યો પરંતુ કોઈએ મારી વાત ન માની. પોલીસને પણ ફોન કર્યો. તે દરમિયાન અંદાજે ત્યાંથી 100 ગાડીઓ પસાર થઈ હતી. તેમાં લાલ-પીળી બત્તી વાળી ગાડીઓ પણ હતી. તે પણ ન રોકાઈ. અંતે હું રોડની વચ્ચો વચ ઊભો રહી ગયો. એક ઈન્ડિકા કારવાળો રોકાયો અને અમને ઉજ્જૈન હોસ્પિટલ લઈ ગયો. ત્યાં ડોક્ટર્સે મારી પત્નીને મૃત જાહેર કરી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશથી રસ્તામાં કોઈ ઘાયલને મદદ કરે તો પોલીસ મદદગાર પાસેથી સંબંધિત માહિતી લઈ શકે છે પરંતુ તેના પર કોઈક કડક કાર્યવાહી કે પૂછપરછ કરી શકે નહીં. રવિવારે કનાડિયા વિસ્તારમાં રોડ એક્સિડન્ટમાં ઘાયલોને મદદ કરવા આવેલા હરિનારાયણચારી મિશ્રનું કહેવું છે કે, રોડ ઉપર કોઈ ઘાયલ વ્યક્તિને મદદ કરવાથી પોલીસ પૂછપરછ કરશે નહીં. લોકોએ ઘાયલ વ્યક્તિની મદદ કરવી જોઈએ. વ્યક્તિનો જીવ બચાવવો પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. ત્યારપછી કાયદાકીય પ્રક્રિયા જરૂરી છે. નોંધનીય છે કે, દિલ્હી સરકારે રોડ એક્સિડન્ટમાં ઘાયલ દર્દીને દિલ્હીની દરેક હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર આપવાની યોજના લાગુ કરી છે. તે સાથે જ એક્સિડન્ટમાં ઘાયલ મદદગારને રૂ. 2,000 અને પ્રમાણપત્ર આપવાની પણ વ્યવસ્થા કરી છે.
Tags :