લાલબહાદુર શાસ્ત્રી

વિચાર વૈભવ
વિચાર વૈભવ

જીવનભર પોતાની તમામ શÂક્તઓનો હિંદને પૂરો હિસાબ આપતા રહીને, સિદ્વિની એક પરમ ક્ષણે, શાસ્ત્રીજી દૂર તાશકંદમાં ચિર શાંતિમાં પોઢ્યા. કોઇ વિરલ દાખલામાં બને છે તેમ, એમનું મૃત્યુ એમના સારાય જીવન કાર્યની મુદ્રા માનવજાતિના હૃદય ઉપર મૂકી ગયું. એ મુદ્રા છે શાંતિની, સમજણની, માનવ પ્રેમની. 
અઢાર મહિના વડાપ્રધાન તરીકે શાસ્ત્રીજીએ ભારતનું સુકાન સંભાળ્યું. સત્તા એ એમને માટે સેવા કરવાની ઉત્તમ તક માત્ર હતી. દેશ કસોટીઓમાંથી પસાર થઇ રહ્યો હતો. શાસ્ત્રીજી બધી સમસ્યાઓની સામે અડગ હૃદયે કામે લાગી ગયા. એમના વ્યÂક્તત્વના ઉત્તમ ગુણોનો સૌને પરિચય થયો. યુધ્ધમાં અકંપ ધૃતિ, શાંતિમાં ઉદાર સમજણ – એ એમની લાક્ષણિકતા હતી. 
શાસ્ત્રીજીની મુખ્ય સિÂધ્ધઓ બે છે ઃ દેશને છિન્નભિન્ન કરી દે એવા કારમા આઘાતોમાંથી બહાર લાવીને એમણે રાષ્ટ્રીય એકતા દૃઢ કરી. દેશ સમગ્રની આશાઓની-આકાંક્ષાઓની મૂર્તિ એ બની રહ્યા – જેમ જવાહરલાલજી એમના સમયમાં હતા. શાસ્ત્રીજીની બીજી સિદ્વિ છે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં. ભારતની હંમેશા શાંતિની ખોજ રહી છે. ગાંધીજીના જીવન કાર્યરૂપે એ જ પ્રગટ થઇ હતી. શાસ્ત્રીજીને રસ્તે યુદ્વ આવ્યું, પણ એ ભારતની અંતરતમ અભીપ્સાની મૂર્તિ બની ગયા. 
શાસ્ત્રીજીને જે સિધ્ધિ સાંપડી તેમાં એમની નમ્રતા, સેવાદીક્ષા, ધૃતિ ઉપરાંત કુનેહનો ફાળો પણ છે. સચ્ચાઇ એ જ એમની કુનેહ હતી. શાસ્ત્રીજીને દરેક વખતે સરખું સૂઝતું, એનું મૂળ કારણ એમની સચ્ચાઇ, દેશના લોકો માટેનો નિર્મળ પ્રેમ, એ છે.
ગાંધીજી જેવા જે માટીમાંથી ઘડાયા હતા, તેવી માટીમાંથી શાસ્ત્રીજી ઘડાયા હતા. એને લીધે જ તેઓ માત્ર અઢાર મહિનામાં વિષમ કસોટીઓ વચ્ચે જગત-રાજકારણના મંચ ઉપર ભારતને શોભે એવડા ગજાના નેતા તરીકે સ્થાન પામ્યા. 
– ઉમાશંકર જાષી
 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.