ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવા મહોત્સવ ‘ગુંજ’ નું ઉદ્ઘાટન

પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ૩૧મા આંતર કોલેજ યુવા મહોત્સવ-૨૦૧૯ ‘ગુંજ’ નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ તથા યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિશ્રી ડા.અનિલ નાયકની ઉપસ્થિતીમાં યુનિવર્સિટીના કન્વેન્શન હાલ ખાતે દિપ પ્રાગટ્ય કરી યુવા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
યુવા મહોત્સવના શુભારંભ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન કરતાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી એ માત્ર શિક્ષણનું ધામ જ નહીં પણ વૈચારીક ક્રાંતિનું ઉદ્ભવસ્થાન પણ છે. યુવાનોમાં રહેલા શિક્ષણ અને કૌશલ્યને વૈચારીક ક્રાંતિમાં બદલવાનું કામ યુનિવર્સિટીનું છે. યુવા મહોત્સવએ જીવંતતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. યુવા મહોત્સવના આયોજન દ્વારા નવા વિચારો અને નવા સંશોધનો થકી વિદ્યાર્થીઓએ વિશ્વકક્ષાએ પોતાના દેશનું નામ રાશન કરવાનું છે. યુનિવર્સિટીના સંકુલમાં પ્રવેશતાંની સાથે જ શક્તિના સંચારની અનુભુતિ થાય છે. યુવાશક્તિને કોઈ રોકી શકતું નથી અને તે રોકવી ઉચીત પણ નથી. યુવાશક્તિએ પુસ્તકોના જ્ઞાન સાથે નવા વિચારો અને સંશોધનોના આદાન-પ્રદાન દ્વારા દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનું છે. 
આ પ્રસંગે ૩૧મા આંતર કોલેજ યુવા મહોત્સવ-૨૦૧૯ ‘ગુંજ’ના સંયોજકશ્રી જે.જે. વારા, શારિરીક શિક્ષણ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કાર્યકારી નિયામકશ્રી ડા.વી.આર. ચૌધરી, કાર્યકારી કુલસચિવશ્રી ડા.ડી.એમ. પટેલ, ઈ.સી. મેમ્બર સર્વશ્રી ડા.અજયભાઈ, ડા.શૈલેષભાઈ પટેલ, ડા. મહેન્દ્રભાઈ પ્રજાપતિ, યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યશ્રીઓ, પ્રાધ્યાપકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.