02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠા જીલ્લામાં એલઈડી લાઈટના નામે લાખોનો ધુમાડો...?

બનાસકાંઠા જીલ્લામાં એલઈડી લાઈટના નામે લાખોનો ધુમાડો...?   26/07/2019

દીઓદર : બનાસકાંઠા જીલ્લામાં સરકાર મહેરબાન છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જીલ્લાની પ્રજા સાથે ગાઢ નાતા સાથે આત્મીયતા દર્શાવે છે. જીલ્લામાં ઉઘડેલ વિકાસ ભુખ સંતોષવા સરકાર કરોડોની ગ્રાન્ટ ફાળવી રહી છે. સરકારી ચોપડે કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામો થઈ રહ્યા છે અને પ્રજા કાગળ પર સવલતધારી બનવા સાથે સુખી સંપન્ન બની રહી છે. પરંતુ જીલ્લામાં વાસ્તવિક ચિત્ર એકદમ જુદું દેખાય છે. જિલ્લામાં સરકાર દ્વારા તાજેતરમાં કરોડો રૂપીયાના ખર્ચે એલઈડી લાઈટો નાખી અંધારા ઉલેચવાનો ભગીરથ પ્રયાસ કરાયો છે. પરંતુ વાસ્તવીક પરિÂસ્થતિ કંઈક જુદી જ જણાય છે. સરકારી તિજારીમાંથી ખર્ચાયેલા કરોડો રૂપિયા મોટાભાગે કોઈ સ્થળે અજવાળા પાથરી શકયા નથી. પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખિસ્સાનો અજવાશ વધી ગયો હોવાનો અહેસાસ પ્રજા કરી રહી છે. 
દીઓદર તાલુકામાં છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં એલઈડી લાઈટના નામે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી સરકારી ચોપડે અજવાળાં પથરાયાં છે. પરંતુ  આ મામલે કોઈ અધિકારી ઉંડા ઉતરે તો સત્ય હકીકત બહાર આવે તેમ હોવાનું કહેવાય છે. સામાન્યતઃ એલઈડી લાઈટ બજારમાંથી ૮૦ રૂપિયા આસપાસના ભાવે ખરીદાઈ રહી હોવાનું સંભળાય છે. પરંતુ  સરકારી ચોપડે આ એલઈડી લાઈટનો ૪પ૧૧ નો ભાવ ઉધરી રહ્યો છે ? કહેવાય છે કે આ ટ્યુબો નાખ્યા બાદ ગણત્રીના દિવસોમાં યમશદન પહોંચી જાય છે. આ એલઈડી લાઈટો નંખાયા પછી મેન્ટેનશની જવાબદારી કોની ? રૂ.૪પ૧૧/-ચુકવવા પાછળનું કારણ શું ? મોટી ગ્રામ પંચાયત હોય તેને ઈલેક્ટ્રીશ્યન પણ હોય તે વહન કરે પરંતુ ગ્રામીણ વિસ્તારનું શું..? માત્ર કોન્ટ્રાક્ટોના અજવાળાં કરવા આવી ગ્રાન્ટો ફાળવાતી હશે કે શું ? તેવા સવાલો પ્રજામાં ચર્ચાની એરણે ચડયા છે. જે જે વિસ્તારોમાં  એલઈડી લાઈટો નાખી છે, તેનાં બીલો પણ ડુપ્લીકેટ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલે જીએસટી હોવા છતાં ટીન નંબરનાં બીલો ખુલ્લેઆમ બની રહ્યાં છે. બંધ થઈ ગયેલી ભાભર વિસ્તારની એક એજન્સીના ટીન નંબરનાં બીલો બની રહ્યાં છે અને આના ચેકો પણ અપાઈ રહ્યા છે. સરકારના રૂપિયા છતાં સરકારના ટેક્ષની ચોરી..ખોટાં બીલો...બનાવી સરકારનેજ આંખમાં ધૂળ અધિકારીઓની મહેરબાનીથી નંખાઈ રહી છે....કોઈ રોકવા વાળુ નથી. જીલ્લામાં થઈ રહેલા ખુલ્લેઆમ ગેરરિતી બાબતે જીલ્લાના અધિકારીઓનું પણ વારંવાર ધ્યાન દોરવામાં આવે છે ત્યારે તેઓ પણ જાણે કે સરકારને બદનામ કરવાનો મનસુબો વ્યક્ત કર્યો હોય તેમ ઉપરથી દબાણ હોવાનું રટણ કરે છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ યોગ્ય તપાસ હાથ ધરે તે જરૂરી છે.

Tags :