ધોરી પાવઠી પાસે કાર અને કમાન્ડર જીપ વચ્ચે અકસ્માત : ૨ નાં મોત

 
 
 
 
 
                                 વડગામ તાલુકાના ધોરી (પાવઠી) પાસે પાલનપુર થી અંબાજી તરફ જઈ રહેલી પેસેન્જર ભરેલી કમાન્ડર જીપને અકસ્માત નડ્‌યો હતો. જેમાં અંબાજી થી આવી રહેલી અલ્ટો કાર અને કમાન્ડર જીપ વચ્ચે અકસ્માત સર્જાતા ૨ના મોત થયાં હતાં. જ્યારે ૬ વ્યક્તિને ઈજા થતા તેઓને સારવાર અર્થે ૧૦૮ દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા .
વડગામ તાલુકાના ધોરી પાવઠી પાસે ગત બપોરે પાલનપુરથી અંબાજી તરફ જઇ રહેલી કમાન્ડર જીપ નંબર જીજે -૮-બીએચ-૧૩૯૦ તેમજ અંબાજીથી પાલનપુર તરફ આવી રહેલી અલ્ટો કાર નંબર-જીજે-૦૮-બીએફ-૫૯૧૭ સામ સામે અથડાતા કમાન્ડર જીપ પલટી મારી ગઈ હતી. બાદમાં આસપાસના લોકોએ દોડી આવી જીપને સીધી કરી નીચે ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. જેમાં બેઠેલા ૧૦ જેટલા  મુસાફરો માંથી ૬ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ અલ્ટો કારમાં બેઠેલા બે શખ્સને ગંભીર ઇજાઓ ૧૦૮ દ્વારા પાલનપુર સિવિલમાં સારવાર અર્થે લવાયા હતા. જ્યાં અલ્ટો કારના ચાલક તેમજ કમાન્ડર જીપના મુસાફરનું સારવાર દરમિયાન મોત થયું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.