02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / આફ્રિકાઃ ભરૂચનાં કરમાડ ગામનાં બે યુવાનની લૂંટના ઈરાદે હત્યા

આફ્રિકાઃ ભરૂચનાં કરમાડ ગામનાં બે યુવાનની લૂંટના ઈરાદે હત્યા   31/07/2018

આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં ભરૂચ જિલ્લાના બે યુવાનો ઉપર લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ કરમાડ ગામનાં બંને યુવાનોનું મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ વતન કરામાડ ગામે થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
 
પ્રાથમિક માહિતી મુજબ ભરુચ જિલ્લાના કરમાડ ગામનો વતની સોહેલ રોજગારી અર્થે પત્ની અને એક બાળકી સાથે આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં સ્થાયી થયો હતો. 
દરમિયાન સોહેલ દિલાવર ચંચોરીયા અને તેનાં એક સાથી ઉપર નિગ્રો આતંકીઓ દ્વારા લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગંભીર ઈજાને પગલે સોહેલ અને અન્ય એક ભરૂચ જિલ્લાના યુવાનનું મોત થયું છે. 
ઉલ્લેખનીય છે કે, વિદેશમાં ગુજરાતીઓ અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના યુવાનો ઉપર હુમલાના બનતા અવાર-નવાર બનાવોના કારણે વિદેશમાં વસતા ગુજરાતીઓમાં ભયનો માહોલ વર્તાયો છે. 
હાલ તો કરમાડ ગામના યુવાનોના મોત અંગેના સમાચાર વહેતા થતા ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે. આ સિવાય આફ્રિકામાં વસતા અન્ય લોકોનાં પરિવારજનો પણ ચિંતામાં છે.

Tags :