અઢી લાખ ચૂકવવાના બાકી હતા, હોસ્પિટલે 4 મહિનાથી દાખલ બાળકીને લઈ જતા રોકી, વેન્ટિલેટરથી હટાવતાં જ મોત

12 વર્ષની બાળકી જીબીએસ એટલે કે ગુલિયન બેરી સિંડ્રોમ (ખતરનાક વાયરસથી નસો નિષ્ક્રિય થઈને શરીર લકવાગ્રસ્ત થઈ જવું)થી પીડિત હતી. લગભગ સાડા ચાર મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતી. છેલ્લે તેના શ્વાસ ખૂટી ગયાં પરંતુ તેના મોતે વિવાદ પેદા કરી દીધો. બાળકીના પરિવારજનોએ મંગળવારે એડમિનિસ્ટ્રેશનની જનસુનાવણીમાં પહોંચીને આરોપ લગાવ્યો કે બાળકીનું મોત ત્રણ દિવસ પહેલાં જ થઈ ગયું હતું, પરંતુ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશ ખોટું બોલ્યું.
 
હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન આ તમામ આરોપોનો ઇન્કાર કરી રહ્યું છે. બાળકીના પિતા મુકેશ ચૌહાણે કલેક્ટરને ફરિયાદમાં કહ્યું- 'મારી દીકરી સુનીતાનો ઇલાજ છેલ્લાં 4 મહિનાથી ચોઇથરામ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. સોમવારે બપોરે 12 વાગે ડોક્ટરોએ જણાવ્યું કે બચવાની શક્યતા ફક્ત 5 ટકા છે. તેને વેન્ટિલેટર પર રાખી હતી. બાળકીનું મોત તો ત્રણ દિવસ પહેલાં જ થઈ ગયું હતું. અમે જ્યારે દીકરીને ઘરે લઇ જવાની વાત કરી તો કહ્યું કે પહેલા બાકીનું 2.4 લાખ રૂપિયાનું બિલ ભરી દો. 4 મહિનામાં અમે 19.5 લાખનું બિલ જમા કરાવ્યું છે.'
 
મામલો જિલ્લા એડમિનિસ્ટ્રેશન પાસે પહોંચ્યો તો હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનને બાળકીને લઈ જવા દેવા માટેના આદેશ આપવામાં આવ્યા. ત્યારબાદ બિલ માફ કરીને પરિવારજનોને બાળકી સોંપવામાં આવી, પરંતુ વેન્ટિલેટર હટાવતાં જ તેનું મોત થઈ ગયું.
 
હોસ્પિટલના સંપર્ક અધિકારી સુરેશ કાર્ટને કહ્યું- 'બાળકીને 8મેના રોજ દાખલ કરવામાં આવી હતી. ઘણા દિવસો સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી. ત્યારથી અત્યાર સુધી 12.75 લાખનું બિલ બન્યું. તેમાં એક લાખ મુખ્યમંત્રી સહાયતા યોજના અને 50 હજાર વડાપ્રધાન રાહતફંડમાંથી મળતા હતા. આ ઉપરાંત 1.50 વા અમે પહેલાં જ માફ કરી ચૂક્યા હતા. બાકીના 3 લાખ પણ માફ કરી દીધા. બાળકીની હાલત એવી ન હતી કે તેને ડિસ્ચાર્જ કરે. એટલે પરિવારજનોને લઇ જવાની ના પાડવામાં આવી હતી.'
 
4 સપ્ટેમ્બરે જ માનવાધિકાર આયોગે દેશમાં પહેલીવાર દર્દીઓના અધિકારોનું પરિરૂપ તૈયાર કર્યું છે. જેના પ્રમાણે, દર્દીના મોત પછી પેમેન્ટ વિવાદને લઇને ડેડબોડી ન સોંપવી અપરાધ હેઠળ આવી શકે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.