વારાહીમાં ૧૦ લાખ લિટરનો સંપ બનાવવા કારોબારી બેઠકમાં ઠરાવ કરાયો

રાધનપુર :  સાંતલપુર તાલુકા પંચાયતની કારોબારી કમિટીની બેઠક બુધવારે કારોબારી અધ્યક્ષ ઝાહીદખાન મલિકના અધ્યક્ષસ્થાને મળી હતી,જેમાં અધ્યક્ષસ્થાનેથી વારાહીમાં ૧૨ હજારની વસ્તી હોવા છતાંય માત્ર ૫૦ હજાર લિટરનો પાણીનો સંપ હોવાથી લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું ના હોવાથી ૧૦ લિટરનો સંપ બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો,જે મંજુર થઇ જાય તો વારાહી ગામના લોકોનો પીવાના પાણીની સમસ્યા હલ થઇ જશે. 
લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે બે મહિના બાદ મળેલી આ બેઠકમાં તાલુકા પંચાયત કચેરીનું પોતાનું મકાન ના હોવાથી વર્ષો સુધી પારકા મકાનમાં કચેરી ચાલતી હોવાથી નવીન મકાન બનાવવાની દરખાસ્ત કરીને મોકલી આપવાનું ઠરાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૦૧૧માં તૈયાર થયેલી યાદી મુજબના ૫૫૦ લાભાર્થીઓને મકાન આપવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે પૂરો કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.જયારે ૨૦૧૭માં આવેલા વિનાશક પુરમાં જમીન ધોવાણના જે લાભાર્થીઓ રહી ગયા હોય તેમને લાભ મળી જાય તેમજ અલગ-અલગ દાખલાઓ કાઢવા માટે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતને ૫૦-૫૦ ટકા કામગીરી સમગ્ર તાલુકામાં આપવામાં આવે તેવો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો, હાલમાં મામલતદાર કચેરીને માત્ર સાંતલપુર અને વારાહીમાં જ દાખલ કાઢી આપવાની કામગીરી સોંપાઈ છે. આ ઉપરાંત કુલ ૧૨ મુદ્દાઓ બેઠકમાં હાથ ઉપર લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી વી.એમ.પ્રજાપતિ, ઈશ્વરભાઈ પરમાર, અજાભાઇ આહીર, છગનજી ઠાકોર સહીત ઉપસ્થિત રહ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.