ડીસામાં મેડિકલના વિદ્યાર્થી ભાઈ - બહેનનું રક્તદાન

 ડીસા : 'મોરના ઈંડા ચીતરવા ના પડે'  કહેવતને સાર્થક કરતા ડીસાના સેવાભાવી તાલુકા આરોગ્ય અધિકારીના પગલે તેમના મેડીકલમાં ભણતા પુત્ર અને પુત્રીએ પણ એક સાથે રક્ત દાન કરી સમાજમાં રક્ત દાન મહા દાન અંગે જન જાગૃતિની પ્રેરણાદાયી પહેલ કરી છે. રક્ત દાન અનેક અકાળે મુરઝાયે જતી માનવ જિંદગીને નવ જીવન બક્ષે છે  તેથી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ૭૩ માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે તાલુકા હેલ્થ કચેરી અને ભણસાલી ટ્રસ્ટ દ્વારા રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કેમ્પની ઉડીને આંખે વળગે એવી વિશેષતા એ હતી કે, ડીસામાં તાલુકા આરોગ્ય અધિકારી તરીકે ઉમદા ફરજ બજાવતા ડો.જીજ્ઞેશ એચ. હરિયાણીની તેજસ્વી પુત્રી શ્વેતા હરિયાણી કે જેણે તાજેતરમાં એમ.બી. બી.એસ. નો અભ્યાસ પૂર્ણ કરેલ છે અને પુત્ર રત્ન અણમોલ હરિયાણી કે જે હાલમાં એમ.બી.બી.એસ. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે આ બંને ભાઈ બહેને પણ રક્ત દાન કરી સમાજમાં લોકજાગૃતિ કેળવાય અને લોકોમાં રક્ત આપવા અંગે જે ભયનો માહોલ છે તે દૂર કરવાની પહેલ કરી અન્યોને પ્રેરણા પણ પુરી પાડી છે. જે કેમ્પમાં ૧૧ બોટલ રક્ત એકત્ર કરાયું હતું. ભણસાલી ટ્રસ્ટ અને તાલુકા સુપરવાઈઝર નિરંજન ભાઇ, રાજુભાઇ ભીમાણી, મહેન્દ્રભાઈ ચૌધરી વિગેરે સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળ થયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.