થરાદના રાહ પાસે બોલેરો અને બાઇક વચ્ચે અક્સ્માતમાં એકનું મોત

થરાદ તાલુકાના લખાપુરા ગામનો વાહજીભાઇ આંબાભાઇ રબારી ૨૩ વર્ષ રાહ મુકામે એક ઇલેકટ્રીકની દુકાનમાં નોકરી કરતો હતો.જેને કામ વધારે હોવાથી ગુરુવારની રાત્રે ત્યાં રોકાયો હતો.અને રાત્રિના સુમારે બાજુના દુકાનદારનું ય્ત્ન૧ન્ઇ ૨૪૦૯ નંબરનું મોટરસાયકલ લઇને ટીફિન લેવા માટે ગયો હતો. દરમ્યાન રાત્રિના દસેક વાગ્યાના સુમારે માળી દરગાજી જીવાજીના ખેતર પાસે પુરઝડપે આવેલી ય્ત્ન૮ઇ ૩૬૯૯ નંબરની બોલેરો જીપના ચાલકે ટક્કર મારતાં ગંભીર ઇજા થવા પામી હતી.આથી સારવાર માટે ખાનગી વાહનમાં ધાનેરાની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો. પરંતુ બચાવી શકાયો ન હતો. મૃતકના મોટાભાઇ બિજલની ફરીયાદના આધારે પોલીસે નાસી છુટેલા બોલેરા ેજીપના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.  આ બનાવથી પંથકમાં અરેરાટી મચવા પામી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.