ભાભર નજીક બે બાઈકો સામસામે અથડાઈ પડતાં પિતા-પુત્રનું મોત

ભાભર નજીક ગઈકાલે સાંજે ભાભર ખારા નજીક પાટીયા પાસે બે બાઈકો સામ સામે ટકરાતા પિતા અને પુત્રનું મોત થતાં અરેરાટી છવાઈ છે. જ્યારે સામેવાળો બાઈક ચાલક ઘાયલ થયો છે.
 
જાણવા મળતી વિગત મુજબ કાંકરેજ તાલુકાના કાશીપુરા ગામના અમરતજી જારાજી ઠાકોર (ઉ.વ.૩પ) સાથે તેમનો માસુમ પુત્ર રાહુલ ઠાકોર (ઉ.વ.પ) પોતાનું બાઈક લઈને મીઠા તરફથી ભાભર દિયોદર રોડ ઉપરથી ગઈકાલે સાંજે પસાર થતાં હતાં. ત્યારે ભાભર તરફથી પુરપાટ ઝડપે આવતા બાઈક (નંબર જી.જે.ર૪ એન. ૩૧ર૬)ના ચાલકે. ગફલત ભર્યું હંકારતા બન્ને બાઈકો ધડાકા ભેર ટકરાઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અમરતજી ઠાકોર અને તેમના માસુમ પુત્ર રાહુલનું ઘટના સ્થળે મોત થતાં અરેરાટી મચી હતી. સામે વાળો બાઈક ચાલક ઘાયલ થતાં તેને લોકોએ ખાનગી દવાખાને સારવાર અર્થે ખસેડતા તેનું નામ જાણવા મળ્યું નથી.
 
મૃતક અમરતજીને બે પુત્રો હતા. એકના મોત અને બીજા માસુમ પુત્રને પણ પિતા-ભાઈ ગુમાવ્યા છે. ભાભર પોલીસે મૃતકના ભાઈ ભરતજી જારાજી ઠાકોર ફરીયાદ હકિકતે અજાણ્યા ઘાયલ બાઈક સવાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવક અને માસુમ બાળકના મોતને લઈ ઠાકોરની સમાજમાં અરેરાટી છવાઈ છે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.