હિંમતનગર મુસ્લીમ સમાજ દ્વારા નાગરિકતા કાયદા વિરોધમાં આવેદનપત્ર અપાયુ

સાબરકાંઠા: મુસ્લિમ સંકલન સમિતીના પ્રમુખ ખાદીમ લાલપુરીની આગેવાનીમાં ૧૦ જેટલા મુસ્લીમ અગ્રણીઓ દવારા એન.આર.સી.અને સી.એ.એ. બીલ પરત લેવા સાબરકાંઠા કલકેટર અને હિંમતનગરની મુલાકાતે આવેલા રાજયના આઇ.જી.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મંગળવારના રોજ મુસ્લીમ સમાજ દવારા પ્રસ્તુત બીલના વિરોધ માટે રેલી યોજવાની પરવાનગી ન મળતાં ૧૦ જેટલા મુસ્લીમ અગ્રણીઓએ કલેકટર સી.જે.પટેલને આવેદનપત્ર આપી એન.અર.સી. અને સી.એ. એનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ હિંમતનગર ખાતે ઇન્સપેકશનમાં આવેલા રાજયના રેન્જ  આઇ.જી. મયંક ચાવડાની મુસ્લીમ અગ્રણી ઓએ  મુલાકાત કરી એન.આર.સી. અને સી.એ. એ. બીલના વિરોધમાં આવેદનપત્ર આપ્યું હતું. અને ભાઇચારા દવારા કોમી એકતા અને શાંતિ જળવાઇ રહે તે માટે તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો એક બની દેશની એકતા અને અખંડિતતાને ટકાવી રાખવા માટે આહવાન કર્યું હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.