પ્રોફેસરની જોબ છોડી શરૂ કરી ખેતી, પ્રતિ એકરમાં 50 હજારની કમાણી સાથે 50 લોકોને આપે છે રોજગારી

અત્યારે શિક્ષિત યુવા પેઢી પૈસા કમાવવા માટે વિદેશી કંપનીઓ અથવા સરકારી વિભાગોમાં નોકરી કરે છે. ત્યાં જ છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાના નાનકડા ગામ સિર્રીની વલ્લરી ચંદ્રાકરે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલ્લરીએ બીઈ (આઈટી) અને એમટેક (કોમ્પ્યૂટર સાયન્સ) કર્યા બાદ રાયપુરની એક કોલેજમાં આસિસ્ટેન્ટ પ્રોફેસર તરીકે જોડાયા, પણ મન ન લાગતા રાજીનામું આપી દીધું. હવે વલ્લરી પોતાના ગામમાં ઉન્નત ખેતી કરીને અન્યો માટે પણ ઉદાહરણરૂપ બની ગઈ છે. તેનું કહેવું છે કે અન્નદાતા બનવામાં જે સુખ અને શાંતિ મળે છે, તે કોઈપણ વેપાર કે નોકરીમાં મળતી નથી.
 
 
વલ્લરીના પિતા જળ-હવામાન શાસ્ત્ર વિભાગ રાયપુરમાં નાયબ એન્જિનિયર છે. ભણતર દરમિયાન તે પિતા સાથે ગામમાં આવતી હતી. એ જ રીતે તે પોતાના મોસાળ (ભિલાઈ, સ્થિત સિરસાના ગામ) પણ જતી હતી. જ્યાં નાના પંચરામ ચંદ્રાકર (હવે સ્વર્ગીય)પાસેથી તેને ખેતી વિશે ઘણી જાણકારી મેળવી હતી. નાનાથી પ્રેરિત થઇને વલ્લરીને ખેતીમાં એવો રસ પડ્યો કે તેણે રાયપુરની દુર્ગા કોલેજમાં આસિસ્ટેન્ટ પ્રોફેસરની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. પોતાના ગામ પરત ફરી તેણે ખેતીકામ શરૂ કર્યું છે. વલ્લરીનું માનવું છે કે કોઈપણ નોકરી ખેતીથી શ્રેષ્ઠ નથી. વલ્લરી પોતે ટ્રેક્ટર ચલાવીને ખેતરમાં જાય છે. આ દિવસોમાં તેની વાડીમાં મરચાં, દૂધી, ટામેટાં વગેરે સિઝનલ શાકભાજી પૂરબહારમાં છે.
 ઓરિસ્સા, ભોપાલ, ઇન્દોર, નાગપુર, રાયપુરથી લઇને દિલ્હી સુધી તેના ખેતરોમાં ઉગાડવામાં આવતા શાકભાજીની માંગ છે.વલ્લરીએ જણાવ્યું કે તેના દાદા સ્વ. તેજનાથ ચંદ્રાકર રાજનાંદ ગામમાં પ્રધાનાચાર્ય હતા. શાસકીય સેવામાં હોવાના કારણે તેમના ઘરની ત્રણ પેઢીઓ પૈકીની કોઈએ ક્યારેય જાતે ખેતી કરી નહોતી. બધું જ સહાયકોના ભરોસે થતું હતું. આ જ કારણથી તેમનો પરિવાર ખેતી કરવાના આનંદને માણી શક્યો નહીં.
 
વલ્લરીની માતા યુવલ ચંદ્રાકર જણાવે છે કે તેમની બે દિકરીઓ છે. બંનેએ ક્યારેય દિકરાની કમી થવા દીધી નથી. વલ્લરી સિર્રીના 26 એકર અને ઘુંચાપાતી (તુસદા)ના 12 એકર ખેતરમાં શાકભાજીની ખેતી કરે છે. જ્યારે બીજી દિકરી પલ્લવી ચંદ્રાકર ભિલાઈના એક કોલેજમાં સહાયક પ્રોફેસર છે. આવી દિકરીઓ પર તેમને ખૂબ જ ગર્વ થાય છે.
 
વલ્લરી જણાવે છે કે શરૂઆતમાં પ્રતિ એકર લગભગ દોઢ લાખ ખર્ચ કરવા પડ્યાં. હવે આખા વર્ષમાં બધાં ખર્ચાને કાઢીને પ્રતિ એકર 50 હજાર રૂપિયાનો નફો થાય છે. એટલું જ નહીં તે 50 લોકોને નિયમિત રોજગાર પૂરો પાડે છે. ખેતીનું કામ પતાવ્યા બાદ વલ્લરી સાંજે 5થી 6 વાગ્યા સુધી ગામની 35 છોકરીઓને કોમ્પ્યૂટર અને અંગ્રેજી શિખવાડે છે. અદ્યતન ટેકનોલોજી સાથે ખેડૂતોને ખેતી કરવા માટે કાર્યશાળાઓનું આયોજન પણ કરે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.