આ છોકરી સાથે ગણતરીની સેકન્ડોમાં થયું કઈંક એવું કે જેને લોકોએ ગણાવ્યો કુદરતનો ચમત્કાર

મંગળવારે સાંજે 3.50 વાગ્યાની વાત છે. બરખેડીના એશબાગ પોલીસ સ્ટેશન સામે 14 વર્ષની બાલકી રેલવે ટ્રેક ક્રોસ કરીને બરખેડી રોડ જઈ રહી હતી. ત્યારે જ બાળકીનો પગ લપસી ગયો હતો. તે દરમિયાન અમરકંટક એક્સપ્રેસ આવી ગઈ. બાળકીને ટ્રકે પરથી ઉપાડવાનો મોકો જ ન મળ્યો. પરંતુ આખી ટ્રેન પસાર થઈ ગઈ એટલે બાળકી ઊભી થઈ. ઘટનામાં બાલકીના પગ અને હાથમાં સામાન્ય ઈજા થઈ છે. ટ્રેનને બાળકી ઉપરથી પસાર થતાં જોઈને દરેક વ્યક્તિ એવું જ માનતા હતાં કે તેના ચીથડાં ઉડી ગયા હશે. પરંતુ બીજી જ મિનિટે તેને ત્યાં ઉભી થયેલી જોઈને દરેક લોકો ખુશ થઈ ગયા હતા. દરેક લોકો એક અવાજે બોલી ઉઠ્યાં કે આ કુદરતનો ચમત્કાર છે. 
 
પિતા બાબુલાલના જણાવ્યા પ્રમાણે- યોગિતા સ્કૂલથી આવ્યા પછી તેની બહેનપણીને મળવા જતી હતી. તે દરમિયાન ટ્રેક ક્રોસ કરતી વખતે જ આ ર્દુઘટના થઈ ગઈ હતી. તેમને માહિતી મળતાં જ તેઓ દીકરી પાસે પહોંચ્યા હતા અને તેને લઈને શાકિલ અલી હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાંથી ડોક્ટર્સે તેને હમીદિયા ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યાં તેની સારવાર ચાલી રહી છે. સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે, બાળકી ટ્રેન પર પડી અને અચાનક ગાડી આવી ગઈ હતી. ગાડી પસાર થઈ ગયા પછી બાળકી ટ્રેક પર ઉભી થઈ ગઈ હતી. ત્યારપછી ભેગી થયેલી ભીડે બાળકીના પિતાને ફોન કરીને ત્યાં બોલાવી હતી.
 
દરેક ગાડીની આગળ એક કેટલ ગાર્ડ અને સાઈડમાં રેલ ગાર્ડ લગાવેલું હોય છે. તેનું કામ ટ્રેક પર બેઠેલા જાનવરો અને પથ્થરોને હટાવવાનું હોય છે. કેટલ ગાર્ડની ઉંચાઈ ટ્રેકથી 6 ઈંચની હોય છે. અને રેલ ગાર્ડની ઉંચાઈ 4.5 ઈંચ હોય છે. તેની સામે આવેલા પથ્થર અને જાનવર તેના કારણે ટ્રેક ઉપરથી હટી જાય છે. તેનાથી બચવાનું મુશ્કેલ હોય છે.આ કેસમાં બાળકી જ્યાં પડી ત્યાં ટ્રેક ઉંડો હતો તેથી કેટલ ગાર્ડ બાળકીને ઈજા ન પહોંચાડી શક્યું અને તે બચી ગઈ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.