આજે ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3ની પરીક્ષા, 10 લાખ 45 હજાર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

બહુચર્ચિત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ગ-3ની રદ થયેલી પરીક્ષા આવતીકાલે(રવિવાર) બપોરના 12થી 2 વાગ્યા દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષા માટે 11 વાગ્યે પરીક્ષા ખંડમાં પહોંચવું પડશે. આ ઉપરાંત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે પરીક્ષા યોજાશે. કુલ 10 લાખ 45 હજાર 442 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. વર્ગ-3ની 3901 જગ્યાઓ માટે સીધી ભરતી પરીક્ષા યોજાવાની છે. જેમાં કુલ 3,173 કેન્દ્રોમાં લેખિત પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.
જ્યારે બેઠક વ્યવસ્થા ખૂટી પડતા 4 જિલ્લાના 48 હજાર પરીક્ષાર્થીઓને અન્ય જિલ્લામાં ખસેડવામાં આવ્યા છે. જેમાં બનાસકાંઠાથી 13 હજાર વિદ્યાર્થીઓને મહેસાણા, મહેસાણામાંથી 13 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ, ગાંધીનગરમાંથી 13 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ, અરવલ્લીમાંથી 5 હજાર વિદ્યાર્થીઓને ખેડા જ્યારે અરવલ્લીમાંથી 4 હજાર વિદ્યાર્થીઓને અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.