બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલની સુચના તથા નાયબ પો.અધિ. પી.એચ.ચૌધરી દિયોદર વિભાગના માર્ગદર્શન હેઠળ પ્રોહી/જુગારની બદી સદંતર નાબુદ કરવાના હેતુથી ગતરોજ સર્કલ પો.ઈન્સ શિહોરી તથા પો.સ.ઈ. એ.કે. ભરવાડ આઈ/સી ભીલડી પો.સ્ટે તથા ભીલડી પોસ્ટેના માણસો ભીલડી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન આ પો.કો. અરજણભાઈ માનસુંગભાઈ ભીલડી પો.સ્ટે.નાઓને મળેલ હકિકત આધારે ભીલડી ટાઉનમાં નાકાબંદી દરમ્યાન મેતુભા હજુરસિંહ જાલા રહે.સુણસર તા.ચાણસ્મા જિ.પાટણએ પોતાની હોન્ડા સીવીસ ગાડી નંબર-એમએચ-૦ર-એયુ-૪પ૩૪ની માં ગે.કા અને વગર પાસ પરમીટનો અંગ્રેજી દારૂની તથા બીયર ટીનની કુલ પેટીઓ તથા છૂટક બીયર નંગ-રર૭મળી બીયર ટીન તથા દારૂની કુલ બોટલો નંગ-૧૪૪૯ જે કિ.રૂ.૧,૪૪,૯૦૦ તેમજ ગાડી કિં.રૂ.પ.૦૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૦૧ કિં.રૂ.પ૦૦ મળી કુલ કિં.રૂ.૬,૪પ,૪૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે ગાડીની ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો આથી પ્રોહી એકટની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ ભીલડી પો.સ્ટે આઈ/સી પો.સ.ઈ એ.કે.ભરવાડ ચલાવી રહ્યા છે.