પાલનપુરમાં વિકાસમાં ગાબડાં પડતાં વાહનચાલકો પરેશાન

 
 
 
                            પાલનપુરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદનની ઉજવણીને લઈને તંત્ર દ્વારા શહેરમાં વિકાસના કામો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. ત્યારે આ કામોની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. શહેરના કોઝીથી જજના બંગલા જતા રોડ પર છાસવારે ગાબડાં પડતા આ ગબડામાં વાહનચાલકો ફસાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
પાલનપુરના ઢૂંઢીયાવાડી વિસ્તારમાં જજના બંગલા પાસે ૧૮ ઇંચની ગટરની પાઈપ લાઈન નાખવામાં આવી છે. રસ્તામાં ઊંડે ફિટ કરેલ ન હોઈ પાઈપ પરથી વાહનો પસાર થતા વારંવાર પાઈપ તૂટી જાય છે. આ પાઈપ ઊંડે ફિટ કરાઈ નથી. અને પાઈપ પર આરસીસી કરી બમ્પ બનાવાયો નથી. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.