જીરકપુર: લોહગઢમાં રહેતી 16 વર્ષની રસનપ્રીતની લાશ ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં તેના ઘરેથી જ 200 મીટર દૂર એક ફાર્મ હાઉસ પરથી મળી આવી છે. લાશ ફાર્મ હાઉસની દિવાલ સાઈડ હતું અને તેના પગના નિશાન બીજી તરફ જોવા મળ્યા હતા. તે ઉપરાંત દિવાલની સાથે લીમડાના ઝાડની અમુક ડાળીઓ પણ ટૂટીને પડી હતી. જેથી એવું દર્શાવી શકાય કે રસનપ્રીતે છ ફ્લોરના પેરામાઉન્ટ ઉપરથી છલાંગ લગાવી હતી. પરંતુ આ કેસ સુસાઈડનો નહીં મર્ડરનો છે અને તેને પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું હતું. કારણકે આ ઘટનામાં રસનપ્રીતનો ચેહરો ધારદાર હથિયારથી બગાડી દેવામાં આવ્યો છે. તેના પેટ ઉપર પણ ચપ્પાના ઘણાં નિશાન હતા. છોકરીના ગુપ્તાંગમાંથી પણ ઘણું બ્લિડિંગ થયું હતું. છોકરીની લાશ જોઈને આજુબાજુના લોકો જ નહીં પરંતુ પોલીસ પણ કાંપી ઉઠી હતી. પોલીસે કહ્યું હતું કે, સુસાઈડ કેસમાં આવુ કદી નથી થતું, આ કઈંક અલગ જ વાત છે. જેના વિશે પોલીસ કામ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ ટૂંક સમયમાં જ આ કેસ સોલ્વ કરી લેશે. પોલીસે 20 ઓગસ્ટના રોજ ફરિયાદ મળતાં અજાણી વ્યક્તિ સામે અપહરણની કલમ નોંધને કેસ ફાઈલ કરી દીધો હતો. પરંતુ છોકરીની લાશ મળ્યા પછી તેમાં મર્ડરની કલમ જોડીને પણ તપાસ કરવામાં આવી રહી છે. એસએચઓ સુખવિંદર સિંહનું કહેવું છે કે, પોલીસ ઘણાં એંગલથી તપાસ કરી રહી છે.
રસનપ્રીત કેન્દ્રીય વિદ્યાલયમાં 11માં ધોરણની કોમર્સ સ્ટૂડન્ટ હતી. સ્કૂલેથી છુટીને તે બે જગ્યાએ ટ્યૂશન જતી હતી. પહેલું ટ્યૂશન સાંજે 4-5 વાગ્યા સુધી હતું અને બીજુ ટ્યૂશન સાંજે 6-7નું પેરામાઉન્ટ સોસાયટીમાં હતું. જે તેના ઘરથી 200 મીટર જ દૂર હતું.તે 17 ઓગસ્ટે સાંજે પેરામાઉન્ટમાં ટ્યૂશન ગઈ હતી. પરંતુ ત્યાં જતાની સાથે જ તેણે ટીચરને કહ્યું હતું કે, મારા નાની બીમાર છે. પરંતુ તે ઘરે નહતી પહોંચી.
પોલીસને તેના પરિવારજનો ઉપર પણ શંકા છે. કારણ કે તેમણે રસનપ્રીતની ગુમ થયાની ફરિયાદ પણ બે દિવસ પછી નોંધાવી છે. રસનપ્રીતના પિતાએ જણાવ્યું કે, તેઓ જ્યારે રાતે 10 વાગે ઘરે પહોંચ્યા ત્યારે ઘરના લોકોએ તેમને જણાવ્યું કે રસન ઘરે નથી પહોંચી. તે આખી રાત તેમણે રસનને શોધી. આ જ રીતે જ્યારે તેમણે બે દિવસ સુધી રસનપ્રીતને શોધી અને તે ન મળી પછી તેમણે 20 ઓગસ્ટે સવારે જીરકપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તે દિવસે જ અજ્ઞાત સામે કિડનેપિંગની કમલ સાથે ફરિયાદ નોંધી હતી. ઘરના લોકો પણ નિવેદન બદલી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેમને 20 ઓગસ્ટે સાંજે ખબર પડી કે જે લાશ ફાર્મ હાઉસમાંથી મળી છે તે તેમની દીકરીની છે. જ્યારે લાશ ગુરુવારે સવારે મળી ત્યારે જ બધાને તે વિશે જાણ થઈ ગઈ હતી. તેમણે અમુક મીડિયાકર્મીને કહ્યું કે, શુક્રવારે સવારે ન્યૂઝ છપાયા પછી અમને ખબર પડી કે તે લાશ અમારી દીકરીની હતી.
જે પેરામાઉન્ટ સોસાયટીમાં રસનપ્રીત છઠ્ઠા ફ્લોર પર ટ્ટૂશન જતી હતી ત્યાંના સીસીટીવી કેમેરા બે દિવસ પહેલાં જ ખરાબ થયા હતા. રસનપ્રીતનો ચહેરો પથ્થર અને ધારદાર હથિયારથી ખરાબ કરી દેવામાં આવ્યો છે. તેના પેટ ઉપર પણ ચપ્પાના નિશાન જોવા મળ્યા છે. ગુપ્તાંગમાં પણ ખૂબ વધારે બ્લિડિંગ થયું છે. લોકોનું માનવું છે કે, તેણે બિલ્ડિંગ પરથી કુદીને આત્મહત્યા કરી છે પરંતુ હકીકતમાં આ મર્ડર છે. કારણકે પોલીસનું માનવું છે કે, જો તે છઠ્ઠા ફ્લોર પરથી પડતી તો તેની લાશ દૂર પડવી જોઈએ. પરંતુ તેની લાશ ફાર્મ હાઉસમાં જ પડી છે. અહીં કોઈ ખાસ આવતું જતું નથી. તેથી પોલીસને લાગે છે કે, તેની હત્યા અન્ય કોઈ સ્થળે કરવામાં આવી છે અને ત્યારપછી તેની લાશ અહીં લાવીને ફેંકી દેવામાં આવી છે. પોલીસને દિવાલની બીજી બાજુ જૂતાંના નિશાન પણ જોવા મળ્યા છે. તેનો અર્થ કે આ દિવાલ પર કોઈ ચડ્યું હતું.
Tags :