02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ભાભર તાલુકાના રૂની - તેતરવા વચ્ચેની વેજપુર કેનાલમાં ઠેરઠેર ગાબડા રીપેરીંગ ન થતાં ખેડૂતોમાં આક્રોશ

ભાભર તાલુકાના રૂની - તેતરવા વચ્ચેની વેજપુર કેનાલમાં ઠેરઠેર ગાબડા રીપેરીંગ ન થતાં ખેડૂતોમાં આક્રોશ   26/10/2018

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને શિયાળુ ખરીફ પાક માટે નર્મદાનું પાણી આપવાની જાહેરાત કરતા ખેડૂતોમાં હર્ષની લાગણી જન્મી હતી. પરંતુ નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને પાણી આપતા પહેલા નર્મદાની કેનાલો રીપેરીંગ કામ કરવાનું ચાલુ કર્યુ હતું. શિયાળું સિઝન માટે રાયડો, રજકો, જીરૂ, ઘઉંના વાવેતરનો સમય ચાલુ થઈ ગયો છે. તેમ છતાં ભાભર તાલુકામાંથી પસાર થતી વેજપુર કેનાલમાં રૂની - તેતરવા વચ્ચે હજુ સુધી રીપેરીંગ કરવામાં આવ્યું નથી. ઠેરઠેર ગાંબડા દેખાઈ રહ્યા છે. આ વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં રીપેરીંગ નામે કોન્ટ્રાક્ટર બીલ ઉધારી લેવાના મુડમાં હોવાની ચર્ચાઓ ખેડૂત વર્ગમાં થઈ રહી છે. પાણી રીપેરીંગ વગર ચાલુ કરવામાં આવશે તો ? કેનાલ તુટવાના બનાવો બનશે જેના કારણે તંત્રને નુક્શાન અને ખેડૂતો પાણી વગર ખરીફ સિઝન ગુમાવશે તેવી આશંકા સેવાઈ રહી છે. તંત્ર દ્વારા તટસ્થ તપાસ હાથ ધરાય તેવી ખેડૂત વર્ગની માંગ છે

Tags :