02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મુંદ્રા-પાલનપુર-પાલી-બાડમેર ગેસ પાઇપલાઈનનું મોદીના હસ્તે ખાતમૂર્હૂર્ત

મુંદ્રા-પાલનપુર-પાલી-બાડમેર ગેસ પાઇપલાઈનનું મોદીના હસ્તે ખાતમૂર્હૂર્ત   01/10/2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કચ્છ જિલ્લાના અંજારમાં એલએનજી ટર્મિનલ સહિત અનેક યોજનાઓનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ ગાળા દરમિયાન મોદીએ ઉર્જાની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો. મોદીએ કહ્યું હતું કે, દેશને જા ગરીબીમાંથી મુÂક્ત જાઇએ તો વિકાસની જરૂર છે અને વિકાસ માટે ઉર્જા જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઉર્જાની કમી કોઇપણ દેશને ગરીબીમાંથી બહાર કાઢી શકે નહીં. મોદીએ દાવો કર્યો હતો કે, ટૂંક સમયમાં જ ભારત બ્રિટનના અર્થતંત્ર કરતા પણ આગળ નિકળી જશે. મોદીએ કહ્યું હતું કે, ૬૦૦૦ કરોડ રૂપિયાથી વધુની યોજનાઓના શુભારંભ કરવાની તેમને તક મળી છે. ગુજરાત, ભારતના એલએન જીના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. કચ્છ છેલ્લા ૨૦ વર્ષમાં બદલાઈ ગયું છે. મોદીએ અંજારમાં મુંદ્રા એલએનજી ટર્મિનલ, અંજાર-મુંદ્રા પાઇપલાઈન પ્રોજેક્ટ અને પાલનપુર-પાલી બાડેમેર પાઇપલાઈનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ ગાળા દરમિયાન તેઓએ અનેક યોજનાઓનું ઇ-લોકાર્પણ કર્યું હતું. મોદીએ અંજારમાં પોતાની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી અને કહ્યું હતું કે, ૬૦ વર્ષમાં માત્ર ૧૩ કરોડ લોકોને ગેસ કેનક્શન અને અમારી સરકારે ચાર વર્ષમાં ૧૦ કરોડ લોકોને ગેસ કનેક્શન આપ્યા છે. 

Tags :