વડગામના યુવા કાર્યકરોનો માનવતાવાદી ઉમદા અભિગમ

 
 
                        તાલુકા મથક વડગામમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા ગરીબ નિરાધાર-અકિંચન લોકોને સહાય આપવાના બહાને તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ ઉપર ફાઈનાઈન્સ કંમ્પનીમાં ખોટા લોન કેશો બનાવી લોકોની જાણ બહાર લાખો રૂપિયાનું કટ્ટુ કરી ગામમાંથી ફરાર થઈ જાય છે. પરિણામે ભોળા ગરીબ લોકો ફસાઈ જાય છે જેના પરિણામ સ્વરૂપ તેમની મિલકતો અથવા રહેવાનું મકાન કંમ્પનીઓ દ્વારા ફડચામાં મુકી કેટલાય ગરીબોને ઘર વિહોણા કરવાનો કારસો રચાયો છે. જેનો અવાજ ઉઠાવવા અને ગરીબ નિરાધરોને પડખે રહેવા વડગામ ઈતર સમાજના યુવા અગ્રણીઓએ તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજુઆત કરી છે.
આ અંગે વડગામના સામાજીક કાર્યકર જગદીશભાઈ બી. રાવલ, હસમુખભાઈ જે.રાવલ, સતિષકુમાર જે. ભોજક, મિલનભાઈ ડી.રાવલ, કનુભાઈ એમ.રાવલ, વગેરેના જણાવ્યા મુજબ મંજુલાબેન મેઠાભાઈ પ્રજાપતિ વડગામ આરાસુરી ચોકના પ્રજાપતી વાસમાં તેમની બે દિકરીઓ સાથે પોતાના મકાનમાં વસવાટ કરે છે અને તેમનો પતિ તેવોને ત્યજી મંજુલાબેનની સ્થાવર મિલકતના ડોક્યુમેન્ટ કોઈ અજાણી †ીને આપી ફાઈનાન્સ કંમ્પનીમાંથી લોન લઈ ફરાર થઈ ગયો છે જેની જાણ ત્યકતા મંજુલાબેનને નહોતી પરિણામ સ્વરૂપ ફાઈનાઈન્સ કંમ્પની ઉપરોક્ત ત્યકતા બેનની મિલકતનો સીલ મારી કબ્જા લેવા આવતાં ઈતર સમાજના યુવા કાર્યકરોએ તેમની મિલકત બચાવવા વિનંતી કરતાં હાલ પુરતું મકાનનો કબ્જા લેવાનું ફા.કંમ્પનીએ મોકુફ રાખ્યુ છે આમ વડગામ સેવાભાવી યુવાનોએ ત્યકતાનું મકાન બચાવવા ઉમદા કાર્ય કર્યું છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.