પાકિસ્તાનનું ભવિષ્ય ઈમરાન ખાનનાં હાથમાં

પાકિસ્તાનમાં બોંબ ધડાકા, હિંસા અને આર્મીની દખલના આરોપ વચ્ચે ગઈકાલે નેશનલ એસેમ્બલીની ૨૭૨ બેઠકો માટે યોજાયેલી ચૂંટણી બાદ ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલી મત ગણત્રીના ટ્રેન્ડ બહાર આવ્યા છે. જે અનુસાર ઈમરાન ખાનનો પક્ષ પીટીઆઈ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો છે. ઈમરાન ખાનને બહુમતી માટે માત્ર ૧૯ બેઠકોની જરૂર છે. આ લખાય છે ત્યારે ૨૭૨ બેઠકોમાંથી ૨૬૯ બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે જેમા ઈમરાન ખાનનો પક્ષ ૧૨૨ બેઠકો પર આગળ છે, જ્યારે નવાઝનો પક્ષ પીએમએલ-એન ૬૦, પીપીપી એટલે કે બિલાવલ ભુટ્ટોનો પક્ષ અકીલા ૩૫ અને અન્યો ૫૨ બેઠકો પર આગળ છે. બહુમતી માટે ૧૩૭ બેઠકો જોઈએ. જે રીતે ઈમરાન ખાનનો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો છે તે જોતા ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વઝિર-એ-આઝમ બનશે તે નક્કી છે. ઈમરાન ખાનની લહેરમાં દિગ્ગજો ઉડી ગયા છે. શાહબાઝ અને બિલાવલ હારી ગયા છે. જ્યારે ત્રાસવાદી અને ભારત માટે વોન્ટેડ હાફીઝ સઈદનો પુત્ર અને જમાઈ બન્ને ચૂંટણી હારી ગયા છે. ઈમરાનનો પક્ષ વિજેતા બનશે તેવુ બહાર આવતા જ સમગ્ર પાકિસ્તાનમાં જશ્ન મનાવવાનું શરૂ થઈ ગયુ છે. 
 
ગઈકાલે ૨૭૨ બેઠકો માટે મતદાન યોજાયા બાદ મોડી રાત્રે મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં આજે સવારે મળતા ટ્રેન્ડ મુજબ ઈમરાન ખાનનો પક્ષ તહરીક એ ઈન્સાફ એટલે કે પીટીઆઈ ૧૨૨ બેઠકો પર આગળ છે. ટેકનીકલ કારણોસર મત ગણતરી અટકી જતા સાંજ સુધીમાં તમામ પરિણામો બહાર આવી જશે તેવુ જિયો ન્યુઝ જણાવી રહ્યુ છે. ઈમરાન ખાન પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે તે નક્કી થઈ ગયુ છે. મત ગણતરીમાં ગોલમાલ કરવામાં આવી હોવાનો પીપીપી, પીએમએલ-એન સહિતના પક્ષોએ આરોપ મુકયો છે જેને ચૂંટણી પંચે નકારી કાઢયો છે. ઈમરાન ખાને એક બેઠક જીતી લીધી છે તો ચાર બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. તેમણે પાંચ બેઠકો પર ઝંપલાવ્યુ હતું. કરાંચી પૂર્વની બેઠક તેમણે જીતી લીધી છે, જ્યારે લાહોર, બન્નુ, રાવલપીંડી અને મિયાવલી પર તેઓ આગળ ચાલી રહ્યા છે. આ પક્ષ ૨૨ વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી સૌથી વધુ બેઠકો મેળવશે. ક્રિકેટરથી રાજનેતા બનેલા ઈમરાન ખાનની સુરક્ષા વધારી દેવામા આવી છે. એવુ કહેવાય છે કે ઈમરાન ખાનને આર્મી અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈનું સમર્થન છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) તરફથી પીએમ પદના સપના જોનાર શાહબાઝ શરીફ ચૂંટણી હારી ગયા છે તો આ ચૂંટણીમાં ત્રીજા સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવેલા પીપીપીના સહઅધ્યક્ષ બીલાવલ ભુટ્ટો ચૂંટણી હારી ગયા છે. શાહબાઝે આરોપ મુકયો છે કે મત ગણતરીમા ઘાલમેલ થઈ છે. અમારા કાર્યકરોની ધરપકડ થઈ છે અને અમારો કોલીંગ એજન્ટોને બહાર કાઢવામા આવ્યા છે. 
 
પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ ૩૪૨ સભ્યો હોય છે. જેમાથી ૨૭૨ની ચૂંટણી થાય છે જ્યારે બાકીની ૬૦ બેઠકો મહિલાઓ અને ૧૦ બેઠકો ધાર્મિક લઘુમતીઓ માટે અનામત હોય છે. આ ચૂંટણીમાં મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદનો એક પણ ઉમેદવાર કયાંય નજરે પડતો નથી. તેનો પુત્ર હાફીઝ તલહા અને જમાઈ ખાલીદ વલીદ પણ હારી ગયા છે. હાફીઝે ૨૬૫ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. તેણે અલ્લાહો અકબરના નામે પક્ષ બનાવી ઉમેદવારો ઉતાર્યા હતા. આ ટ્રેન્ડથી જણાઈ છે કે પાકિસ્તાનના લોકો ત્રાસવાદીઓને નકારી કાઢયા છે. જેને કારણે હાફીઝને ફટકો પડયો છે. હાફીઝ ચૂંટણીના માધ્યમથી પાકિસ્તાનમાં સત્તા જમાવવા માગતો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.