ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડાઓ જાણી આંખો ફાટી જશે, છેલ્લા ૨ વર્ષમાં કેટલા બાળકો-મહિલાઓ ગુમ?

સુરતમાથી બાળતસ્કરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે વર્ષ ૨૦૧૮માં રાજ્યના ગૃહ વિભાગે છેલ્લા બે વર્ષના રાજ્યભરના બાળકો અને મહિલાઓના ગુમ થવાના જે આંકડા વિધાનસભામાં રજુ કર્યા હતા તે આંકડા સમાજ માટે શરમજનક અને અત્યંત ગંભીર સાબિત થઈ રહ્યાં છે. રાજ્યમાથી સરેરાશ દરરોજ ૧૩ અને ૩૬ મહિલાઓ ગુમ થઈ રહ્યાં હોવાનું ગૃહ વિભાગે રજુ કરેલી માહિતીમાથી બહાર આવ્યું છે.ફેબ્રૂઆરી ૨૦૧૮ની સ્થિતિએ રાજ્યમાંથી છેલ્લા બે વર્ષમાં ૪૮૦૦ બાળકો ગુમ થયા હતા. તે પૈકી ૧૧૫૦ બાળકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિધાનસભામાં આ માહિતી રજુ કરવામાં આવી હતી. જિલ્લાવાર બાળકો ગુમ થયાના આંકડા ઉપર એક નજર કરીએ તોપપ
 
અમદાવાદ – બે વર્ષમાં ૧૨૪૧ બાળકો ગુમ થયા તે પૈકી ૩૧૦ લાપતા
ગાંધીનગર – બે વર્ષમાં ૨૨૩ બાળકો ગુમ થયા તે પૈકી ૪૭ બાળકો લાપતા
બોટાદ – બે વર્ષમાં ૫૭ બાળકો ગુમ થયા તે પૈકી ૧૦ બાળકો લાપતા
અમરેલી – બે વર્ષમાં ૧૩૩ બાળકો ગુમ થયા તે પૈકી ૪૩ બાળકો લાપતા
કચ્છ – બે વર્ષમાં ૧૬૨ બાળકો ગુમ થયા તે પૈકી ૨૬ બાળકો લાપતા
ખેડા – બે વર્ષમાં ૩૩ બાળકો ગુમ થયા તે પૈકી ૦૬ બાળકો લાપતા
આણંદ – બે વર્ષમાં ૦૭ બાળકો ગુમ થયા તે પૈકી ૦૧ બાળકો લાપતા
મહિસાગર – બે વર્ષમાં ૪૨ બાળકો ગુમ થયા તે પૈકી ૧૪ બાળકો લાપતા
જામનગર – બે વર્ષમાં ૨૮ બાળકો ગુમ થયા
દેવભૂમિ દ્વારકા – બે વર્ષમાં ૦૯ બાળકો ગુમ થયા
મોરબી – બે વર્ષમાં ૮૧ બાળકો ગુમ થયા તે પૈકી ૪૮ બાળકો લાપતા
જૂનાગઢ – બે વર્ષમાં ૧૦૬ બાળકો ગુમ થયા
પોરબંદર – બે વર્ષમાં ૪૪ બાળકો ગુમ થયા તે પૈકી ૦૭ બાળકો લાપતા
ગીર- સોમનાથ – બે વર્ષમાં ૩૮ બાળકો ગુમ થયા તે પૈકી ૧૪ બાળકો લાપતા
પંચમહાલ – બે વર્ષમાં ૨૧ બાળકો ગુમ થયા તે પૈકી ૧૧ બાળકો લાપતા
દાહોદ – બે વર્ષમાં ૦૬ બાળકો ગુમ થયા તે પૈકી ૦૧ બાળકો લાપતા
બનાસકાંઠા – બે વર્ષમાં ૧૭ બાળકો ગુમ થયા તે પૈકી ૦૨ બાળકો લાપતા
પાટણ – બે વર્ષમાં ૪૫ બાળકો ગુમ થયા તે પૈકી ૦૪ બાળકો લાપતા
ભરૂચ – બે વર્ષમાં ૧૮૦ બાળકો ગુમ થયા તે પૈકી ૩૦ બાળકો લાપતા
નર્મદા – બે વર્ષમાં ૦૪ બાળકો ગુમ થયા તે પૈકી ૦૧ બાળકો લાપતા
ભાવનગર – બે વર્ષમાં ૧૬૯ બાળકો ગુમ થયા તે પૈકી ૫૯ બાળકો લાપતા
મહેસાણા – બે વર્ષમાં ૨૧૭ બાળકો ગુમ થયા તે પૈકી ૫૬ બાળકો લાપતા
રાજકોટ – બે વર્ષમાં ૨૨૩ બાળકો ગુમ થયા તે પૈકી ૪૫ બાળકો લાપતા
વડોદરા – બે વર્ષમાં ૩૨૨ બાળકો ગુમ થયા તે પૈકી ૭૬ બાળકો લાપતા
છોટાઉદેપુર – બે વર્ષમાં ૧૨ બાળકો ગુમ થયા તે પૈકી ૦૪ બાળકો લાપતા
વલસાડ – બે વર્ષમાં ૧૪૦ બાળકો ગુમ થયા તે પૈકી ૧૯ બાળકો લાપતા
ડાંગ – બે વર્ષમાં ૦૩ બાળકો ગુમ થયા તે પૈકી ૦૧ બાળકો લાપતા
નવસારી – બે વર્ષમાં ૬૦ બાળકો ગુમ થયા તે પૈકી ૧૮ બાળકો લાપતા
સાબરકાંઠા – બે વર્ષમાં ૧૧ બાળકો ગુમ થયા તે પૈકી ૦૪ બાળકો લાપતા
સુરત – બે વર્ષમાં ૧૨૫૬ બાળકો ગુમ થયા તે પૈકી ૨૯૩ બાળકો લાપતા
તાપી – બે વર્ષમાં ૧૧ બાળકો ગુમ થયા
સુરેન્દ્રનગર – બે વર્ષમાં ૦૫ બાળકો ગુમ થયા
બાળકો ગુમ થવાની જેમ રાજ્યમાથી મહિલાઓ ગુમ થવાનો આંકડો પણ મોટો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વિધાનસભામાં આપેલી માહિતી પ્રમાણે ફેબ્રૂઆરી ૨૦૧૮ની સ્થિતિ છેલ્લા બે વર્ષમાં કુલ ૧૩૫૭૪ મહિલાઓ ગુમ થઈ છે. આ માહિતી પ્રમાણે ગુજરાતમાં દરરોજ સરેરાશ ૩૬ મહિલાઓ ગુમ થતી હોવાની ચોકાવનારી માહિતી સામે આવી છે. ગૃહ વિભાગ દ્વારા ગુમ થયેલી મહિલાઓ પૈકી મળી આવેલી મહિલાઓની કોઈ માહિતી ગૃહ વિભાગમાં આપવામાં આવી નથી. જિલ્લાવાર ગુમ થતી મહિલાઓની સંખ્યા પર નજર કરીએ તો..
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.