ઝારખંડ : હેમંત સોરેન ૧૧મા મુખ્યમંત્રી તરીકે થોડી વારમાં શપથ લેશે,સમારોહ માટે રાહુલ-મમતા રાંચી પહોંચ્યાં

 
ઝારખંડ મુક્તિ મોર્ચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન થોડી વારમાં જ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. તેઓ રાંચીના મોરહબાદી મેદાન પહોંચી ગયા છે. શપથ ગ્રહણ સમારોહ માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પહોંચી ગયા છે. જેમાં ૧૪ પક્ષોના ૩૦ નેતાઓ સામેલ થઈ શકે છે. હેમંત સોરેન ૧૯ વર્ષ પહેલા બનેલા ઝારખંડના ૧૧માં મુખ્યમંત્રી હશે. હેમંત સાથે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને લોહરદગાથી ધારાસભ્ય રામેશ્વર ઉરાંવ, પાકુડથી કોંગ્રેસ ધારાસભ્ય આલમગીર આલમ અને ઇત્નડ્ઢના ધારાસભ્ય સત્યાનંદ ભોક્તા મંત્રી પદના શપથ ગ્રહણ કરશે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.