કેલિફોર્નિયા: જંગલોમાં લાગેલી આગના કારણે 360 ચોરસ કિમીનો એરિયા ખાખ

નોર્થ કેલિફોર્નિયાના જંગલોમાં ગત ગુરૂવારથી લાગેલી આગના કારણે અત્યાર સુધી 10 હજાર લોકોએ સ્થળાંતર કર્યુ છે. ફાયર ફાઇટર ટીમને રવિવારે વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. જે સાથે આગમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 8એ પહોંચી હતી. સાસ્તા કાઉન્ટીના મેયર ટોમ બોસેન્કોએ જણાવ્યું કે, કાર ફાયર (Carr Fire - નોર્થ કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ)માં વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહની ઓળખ હજુ સુધી થઇ નથી. જે એરિયામાંથી મૃતદેહ મળી આવ્યો છે ત્યાં સ્થળાંતરના આદેશ આપ્યા હતા. છતાં જે લોકોએ સ્થળાંતરમાં વધુ સમય લીધો તેઓ આ ભયાનક આગના સાઇક્લોનમાં ફસાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, નોર્થ કેલિફોર્નિયાનો 139 સ્ક્વેર માઇલ (360 સ્ક્વેર કિલોમીટર) એરિયા બળીને ખાખ થઇ ગયો છે. આ વિસ્તાર ગુજરાતના એક મુખ્ય શહેરના એરિયા કરતાં પણ વધારે છે.
 
 કાર ફાયરને કેલિફોર્નિયાના ફોરેસ્ટ અને ફાયર કંટ્રોલ ડિપાર્ટમેન્ટના ચીફ કેન પિમલોટે વાવાઝોડાંની સંજ્ઞા આપી છે. કેન પિમલોટે કહ્યું કે, આ સામાન્ય આગ નથી પણ સાઇક્લોન (વાવાઝોડું) છે. 
ગત ગુરૂવારથી કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગી હતી. રવિવારે 12 હજાર ફાયર ફાઇટર્સે 17 અલગ અલગ સ્થળો આ આગને બુઝાવવાની કામગીરી કરી હતી. 
આગના કારણે નોર્થ કેલિફોર્નિયાનો 139 સ્ક્વેર માઇલ (360 ચોરસ કિલોમીટર) એરિયા બળીને ખાખ થઇ ગયો છે. જે ગુજરાતના ચાર મોટાં શહેરોમાંથી એક સુરત શહેર કરતાં પણ વધારે છે. સુરત શહેર 326 કિમી એરિયામાં ફેલાયેલું છે. 
આગના કારણે 50,000 લોકોએ સ્થાવર મિલકતને નુકસાન થતા તેઓએ સ્થળાંતર કર્યુ છે. અત્યાર સુધી બહુમાળી અને નાની ઇમારત મળીને 500 બિલ્ડિંગ્સ ખાખ થઇ ગઇ છે.
 
કાર ફાયરના કારણે નોર્થ કેલિફોર્નિયાના વિસ્તારોમાં વાવાઝોડાંની તીવ્ર ઝડપે આગ ફેલાઇ રહી છે. સ્થાનિક ઓથોરિટીએ આ આગને 'ફાયરનેડોઝ' (firenados - ફાયર + ટોર્નેડો)ની સંજ્ઞા આપી છે. 
શાસ્તા કાઉન્ટીમાં ધૂમાડાના મોટાં વંટોળ જોવા મળે છે. શનિવારે અંદાજિત 34 હજાર ફાયર ફાઇટર્સે 48,300 એકરમાં ફેલાયેલી આગને બૂઝાવવાની કામગીરી કરી હતી. 
વાઇલ્ડફાયરના કારણે અહીંના તાપમાનમાં પણ ફેરફાર થઇ રહ્યા છે. ભારે પવનના કારણે આગનું વાવાઝોડું સર્જાઇ રહ્યું છે. ભારે પવન ત્રણ દિશામાં ઉઠી રહ્યો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઇ રહી છે. 
આ વાવાઝોડું એટલું શક્તિશાળી છે કે, તેના કારણે વાહનો પણ રમકડાંની માફક ઉડી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.