ચોરીના આઠ મોટર સાઈકલ સાથે એક ઇસમ ઝડપાયો

પાલનપુર એલસીબી પીઆઈ જે.એચ.સિંધવ સહિતની ટીમ વાવ  પો.સ્ટે.  વિસ્તારમાં  પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી મુજબ કરશનભાઇ રામસીભાઇ પટેલ રહે.બુકાણા તા. વાવ વાળો તેના રહેણાંક ઘરના પાછળ વાડામાં ચોરી કરીને મેળવેલ મોટર સાયકલો વેચાણ સારૂ રાખેલ છે અને તે હાલે તેના ઘરે હાજર છે. જે હકીકત આધારે ટીમ સાથે રેઇડ કરતા કરશનભાઇ રામસીભાઇ પટેલ રહે.બુકાણા તા. વાવવાળો પકડાઈ જઈ કુલ આઠ ચોરીના બાઈક પકડાયેલ છે. જે દરેક મોટર સાયકલને જોઇ તપાસતા બે બાઈક અમદાવાદ, બે બાઈક પાટણ, બે બાઈક બનાસકાંઠા, એક બાઈક મહેસાણા તથા એક બાઈક ગાંધીનગરનું હોઇ આથી કરશનભાઇ રામસીભાઇ પટેલ રહે.બુકાણા તા.વાવો વાળાએ ઉકત કબજે લેવામાં આવેલ આઠ મોટર સાયકલો જેની કુલ કિ.રૂ- ૨,૨૫,૦૦૦/ની છે તે તેણે જુદી જુદી જગ્યાઓથી ચોરી કરીને મેળવેલ અને વેચાણ માટે મેળવેલ મોટર સાયકલો તેના રહેણાંક ઘરના વાડામાં છુપાવી રાખી મળી આવી ઇ.પી.કો કલમ ૪૧૧ મુજબને શિક્ષાપાત્ર  ગુન્હો  કરેલ  હોય  તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.