કેન્દ્ર સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા

ગાંધીનગર મગફળીના ઉત્પાદનને લઇને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારની મદદથી રાજ્ય સરકાર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ અને અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.  જેમાં આર.સી.ફળદુએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા છે. રૂ.૪૮૯૦ પ્રતિ ક્વીન્ટન ભાવ જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષ માટે ટેકાના ભાવ જાહેર કરાયા છે. પ્રતિ ક્વીન્ટલ રૂ.૧૧૫નો વધારો કરાયો છે. મહત્વનું છે કે, મગફળીના ટેકાના ભાવે એક મણે ૨૩ રૂપિયા વધ્યા છે. પ્રતિ ક્વીન્ટલ રૂ.૧૧૦ ભાવ રાજ્ય સરકારનું બોનસ રહેશે. રાજ્ય સરકારના બોનસ સાથે પ્રતિ ક્વીન્ટલ રૂ.૫ હજારથી ખરીદી કરાશે. અગાઉ મણના ૯૭૮ હતા જે હવે વધીને ૧૦૦૧ રૂપિયા થયા છે.  નાફેડ વતી રાજ્યની નોડલ એજન્સી દ્વારા ખરીદી કરાશે. ક્વીન્ટલ દીઠ ૧૧૫ની મણમાં ૨૩ રૂપિયાની અસર. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મગફળીની ખરીદી કરશે. ૧ નવેમ્બરથી ૩૦ નવેમ્બર સુધી ખેડૂતો ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રમાં નોંધણી કરાવી શકાશે. નોંધણી સમયે ૭/૧૨ અને ૮-અ નકલ જોડવાની રહેશે. ૧૨૨ કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવશે. છઁસ્ઝ્ર ખાતે ખરીદ કેન્દ્રો ઉભા કરાશે. સરેરાશ ઉત્પાદકતાને આધારે નિયત ગુણવત્તાવાળી મગફળીની ખરીદી કરાશે. જો કે, ખરીદ પ્રક્રિયા ઝ્રઝ્ર્‌ફ કેમેરા ગોઠવવામાં આવશે. ખરીદ પ્રક્રિયાનું ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ સંગ્રહીત રખાશે. ફ્‌લાઇન્ગ સ્કવોડ દ્વારા સમયાંતરે ચકાસણી હાથ ધરાશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.