હિંમતનગર નગરપાલિકાના ભૂગર્ભ ગટર વિભાગની ઘોર બેદરકારી

 
 
 
               હિંમતનગર નગરપાલીકા દ્વારા હસનનગર, વણજારા વાસ વિસ્તારમાં બનાવેલ આવાસ પાસે છેલ્લા ૨ એક વર્ષથી ગટરનું ગંદુ વાસ મારતુ તથા મળવાળુ પાણી બાજુમાં જ આવેલ હાથમતી નદીમાં સીધું નાખવામાં આવી રહેલ છે. વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી આ જાહેર આરોગ્યને લગતી ગંભીર સમસ્યાનો ઉકેલ નગરપાલિકા દ્વારા લાવવામાં આવેલ નથી . હાલ હાથમતી નદી તમામ પ્રકારની ગંદકી થી ખદબદી રહી છે. અને બાજુમાં જ આવેલ આવાસમાં રહેતા નાગરિકો તથા મહિલા ,બાળકો આ અસહ્ય ગંદકીના લીધે વારંવાર બીમારીમાં સપડાય છે અને આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે. બાજુમાં જ આવેલ પરબડા ગામના તમામ રહીશો પણ પોતના પરિવાર સહ હિંમતનગર આવવા જવા માટે આજ જાહેર રસ્તાનો ઉપયોગ દિવસ રાત કરતા હોંય છે . અને જાહેર રસ્તા પર ફેલાતી આ ગટરના ગંદા પાણીની ગંદકીના લીધે રોજબરોજ પરેશાની ભોગવતા આવ્યા છે . કલેક્ટરનો સ્પષ્ટ હુકુમ હોવા છતાં નગરપાલિકા દ્વારા આ કાયમી સમસ્યા તરફ આંખઆડા કાન કરી રહેલ છે. નદીને ગંદી થતી બચાવવા કલેક્ટર પગલાં લેશે ? હાલ સ્વછતા સર્વેક્ષણ ૨૦૧૯ ચાલી રહ્યું છે તો શુ પાલિકાના  શાસકપક્ષ દ્વારા આ તરફ પણ ધ્યાન આપવામાં આવશે કે ખાલી હિંમતનગર શહેરમા  સ્વછતાના મોટા મોટા હોર્ડીગસો (નિશ્ચિત કરેલ જગ્યાઓ સિવાય) લગાવી સબસલામતની આલબેલ પોકારશે. હિંમતનગર શહેરમાં પણ ૨ શહેર વસી રહ્યા હોય એવું લાગી રહ્યું છે શહેરના અમુક પોશ ગણાતા વિસ્તારોની ચમક દમકથી દૂર સ્લમ વિસ્તારોમાં આપ જાવ તો હિંમતનગર શહેરનું એક અલગ જ રૂપ ભયજનક ચેહરો જોવા મળશે . હિંમતનગર નગરપાલિકામાં આશરે ૪૨ વર્ષો થી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. આટલા વર્ષો પછી પણ હિંમતનગર શહેરનો સમાંતર વિકાસ કરવામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો નિષ્ફળ ગયેલ છે. જાહેર હિત તથા જાહેર આરોગ્યને લગતી આ સમસ્યાનો નિકાલ જલ્દી આવે તે જનહિતમાં છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.