જુનાડીસા નજીક ગૌચરની જમીનમાં આડેધડ દબાણ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા તાલુકાના જુનાડીસા નજીક  ઢુવા રોડ ઉપર આવેલી ગૌચરની જમીનમાં ઘણા સમયથી દબાણ કરવામાં  આવી રહ્યા છે. ગૌચરની જમીનમાં થઈ રહેલા દબાણ બાબતે અવાર નવાર સ્થાનિક ખેડૂતો દ્વારા રજુઆત કરવા છતાં આજદિન સુધી આ દબાણો દૂર કરવામાં       આવ્યા નથી.
ડીસા તાલુકા વિસ્તારમાં મોટાભાગે ગૌચરની જમીનમાં દબાણદારો દ્વારા મસમોટા દબાણો કરવાની પ્રવૃતિ લાંબા સમયથી ચાલી રહી છે તેમ છતાં આવા દબાણદારો વિરુદ્ધ તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી. જેના લીધે દબાણદારોને છૂટો દોર મળી રહ્યો છે અને દિન પ્રતિદિન આવા દબાણોમાં વધી રહ્યા છે ત્યારે જુનાડીસા ગામતલની જમીન જે ઢુવા રોડ ઉપર આવેલી ગૌચરની જમીનમાં ઘણા લાંબા સમયથી કેટલાક લોકો દ્વારા દબાણો આચરી ખેતી કરવામાં આવી રહી છે. ગાયામાટે ચરવાની જમીનમાં દબાણ કરવામાં આવતા આસપાસના જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.  દિન પ્રતિદિન વધતા જતા દબાણના કારણે ૨૦ થી ૩૦ એકર જમીન આ દબાણદારોના કબ્જામાં છે. જોકે આ બાબતે આસપાસમાં રહેતા ખેડૂતો દ્વારા મૌખિક તેમજ લેખિત તાલુકા કક્ષા તેમજ જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરવા છતાં આજ દિન સુધી આ દબાણદારો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના લીધે આવા દબાણદારોને છૂટો દોર મળી રહ્યો છે.એક તરફ  દિન પ્રતિદિન ગૌચરની જમીનમાં દબાણો કરવામાં આવતા ગાયોને ચરવા માટેની જગ્યાઓ ઘટી રહી છે. સરકારી કિંમતી જમીન ઉપર આવા દબાણદારો વર્ષોથી કબજો જમાવી બેઠા છે અને ખેતી કરી રહ્યા છે.
આ મામલે સ્થાનિક ખેડૂત એવા મુકેશભાઇ લોધાએ જનાવ્યુ  હતું કે આ ગૌચરની જમીન છે. કેટલાય સમયથી અમુક લોકો આ જમીન પર દબાણ કરી કિંમતી એવી જમીન ઉપર કબજો જમાવી બેઠા છે . આ બાબતે અમે આસપાસના ખેડૂતો દ્વારા તાલુકા કક્ષાએ પણ અવાર નવાર રજુઆત કરી છે અને તેમ છતાં આ દબાણ દૂર કરવામાં ન આવતા અમે ભેગા મળી જીલા કલેકટરને લેખિત રજુઆત કરી હોવા છતાં આજદિન સુધી આ દબાણ દૂર કરવાની કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. ગાયો માટે ચરવા માટેની જમીન ઉપર આવા દબાણ કરી દેવામાં આવતા ગાયો  સુરક્ષિત રહી નથી અને ઠેર ઠેર રખડતી આ ગાયો જીઆઈડીસી વિસ્તારમાં જઈ ઝેરી કચરો આરોગતા મોતને ભેટી હતી. માટે આ મામલે જિલ્લા કલેટર તાત્કાલિક આવા દબાણ દૂર કરી ગૌચરની જગ્યા ખુલી કરવામાં આવે તે અત્યંત  જરૂરી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.