વાવમાં એક જ રાતમાં ચાર દૂકાનોનાં તાળાં તૂટ્યાં

 વાવ : ટૂંકા ગાળામાં વાવ શહેરમાં ચોરી-ચીલ ઝડપ, ખીસ્સા કાતરૂના ર૦ થી વધુ બનાવો પ્રકાશમાં આવ્યા છે. ૧૦ દિવસ અગાઉ એક જ   દિવસમાં ખીસ્સા કાતરૂ અને ચીલ ઝડપ ખોરો શહેરમાંથી રૂપિયા ૧ લાખની રકમ લઈને છુમંતર થઈ ગયા હતાં. પોલીસ દરેક બનાવોમાં હવામાં તીર મારી રહી છે. તેવામાં ગત તા.૧૩-પ-૧૯ની મધ્યરાત્રીએ વાવ શહેર ખાતે આવેલા હીંગળાજ કોમ્પલેક્ષ અને મંગલમૂર્તિ કોમ્પલેક્ષના એક સાથે ચાર તાળાં તૂટતાં ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. 
જાકે ચોરનો ચહેરો સી.સી.ટી.વી ફુટેઝમાં બહાર આવી ગયો છે. હવે પોલીસ અંગત રસ દાખવી ગુનાઓની તપાસ કરે તો અન્ય ચોકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. વાવ શહેરના અગ્રણીઓએ મીડીયા સમક્ષ જણાવ્યું હતુ કે વાવ પોલીસ સ્ટેશનનો લેન્ડ લાઈન છાશવારે બંધ આવે છે તો ગંભીર ગુનાઓની રાત્રે જાણ કેવી રીતે કરવી? વધૂમાં જવાબદાર અધિકારીઓ મોબાઈલ ફોન રાત્રે રીસીવ  કરતાં નથી. જિ.પો.વડા વાવ પોલીસને આ બાબતે તાકીદ કરે તે જરૂરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.